For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર ભાજપનો પલટવાર, ‘કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારની જનની છે'

રાફેલ ડીલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ ઘેરાયેલી મોદી સરકારે સ્પષ્ટતા આપી છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ ઘેરાયેલી મોદી સરકારે સ્પષ્ટતા આપી છે. મોદી સરકારનો પક્ષ રાખવા આવેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના ચોરવાળા નિવેદન પર બોલતા કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના લોકપ્રિય અને પ્રામાણિક નેતા તેમજ ઈમાનદારીના પ્રતીક પ્રધાનમંત્રી મોદીને ચોર કહ્યા છે. આઝાદ ભારતમાં આજ સુધી કોઈ પાર્ટીના અધ્યક્ષે આવા શબ્દોનો પ્રયોગ પ્રધાનમંત્રી માટે કર્યો નથી. રાહુલ ગાંધી દ્વારા લગાવાયેલા આરોપો પર ના તો દેશ વિશ્વાસ કરી રહ્યો છે ના દુનિયા વિશ્વાસ કરી રહી છે.

ravi shankar

રાહુલ ગાંધી પર જબરદસ્ત હુમલો કરતા રવિશંકરે કહ્યુ કે કોઈ પણ પ્રકારના ગુણ કે ક્ષમતા વિના માત્ર અને માત્ર પોતાના પરિવારના કારણે કોંગ્રેસ અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધી પાસે કોઈ અપેક્ષા પણ રાખી શકાય તેમ નતી. તેમણે રાહુલ ગાંધીને હેરાલ્ડના મુદ્દે પણ ઘેર્યા. રવિશંકરે કહ્યુ કે, 'રાહુલ ગાંધી અને તેમનો આખો પરિવાર ભ્રષ્ટાચારમાં ડૂબેલો છે. એક એવો વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, જમીન અને શેરની લૂંટમાં પોતાની માતા સાથે જામીન પર બહાર હોય, એક એવો વ્યક્તિ જે પોતાના જિજાજી દ્રારા જમીન લૂંટવા પર મૌન રહે અને જેના આખા પરિવારે બોફોર્સમાં લાંચ લીધી હોય તેનાથી દેશ કોઈ અપેક્ષા ના કરી શકે.'

આ પણ વાંચોઃ 'સંસદમાં બોલતા મારી સાથે નહોતી મિલાવી આંખ, આમ-તેમ જોઈ રહ્યા હતા મોદીજી'આ પણ વાંચોઃ 'સંસદમાં બોલતા મારી સાથે નહોતી મિલાવી આંખ, આમ-તેમ જોઈ રહ્યા હતા મોદીજી'

રવિશંકરે કહ્યુ કે રાહુલ ગાંધી શું ઈચ્છે છે, અમે રાફેલ વિમાન વિશે બધુ જણાવી દઈએ જેથી પાકિસ્તાન અને ચીનને બધી માહિતી મળી જાય. કોંગ્રેસ પાર્ટી આ દેશમાં ભ્રષ્ટાચારની જનની રહી છે. તે કયા હકથી સવાલ કરી રહ્યા છે. રવિશંકરે કહ્યુ કે રિલાયન્સ અને ડાસ્સો એવિએશન વચ્ચે વર્ષ 2013 માં જ અમારી સરકાર આવતા પહેલા જ કરાર થઈ ગયા હતા. વળી, રવિશંકરે વિમાનની કિંમત પર વાત કરતા કહ્યુ કે યુપીએ સરકારની તુલનામાં એનડીએ સરકારે બેઝિક વિમાન 9 ટકા સસ્તુ અને સશસ્ત્ર વિમાન 20 ટકા સસ્તુ ખરીદ્યુ છે.

આ પણ વાંચોઃ 'મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો'આ પણ વાંચોઃ 'મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો'

English summary
Union Minister Ravi Shankar Prasad on rafale deal rahul gandhi bjp narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X