હજ યાત્રા અંગે મોદી સરકારની મોટી જાહેરાત

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકાર છેલ્લા થોડા સમયથી સતત ડિજિટલ લેણ-દેણ પર ભાર મુકી રહી છે. હવે મોદી સરકારે હજ યાત્રા માટેની આવેદન પ્રક્રિયા પણ ડિજિટલ કરી નાંખી છે. હવેથી હજ યાત્રા માટે ઓનલાઇન આવેદન કરી શકાશે. અલ્પસંખ્યક મામલાના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સોમવારે હજ યાત્રા અંગે ઓનલાઇન જાણકારી આપતી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે.

hajj

મુંબઇના હજ હાઉસમાં કેન્દ્રિય અલ્પસંખ્યક મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ્લિકેશન પર યાત્રા અંગેની જાણકારી, સમાચાર અને સાથે જ ઇ-પેમેન્ટનું ફીચર પણ ઉપલબ્ધ છે. આ પ્રસંગે નકવીએ કહ્યું કે, આ પહેલી વાર છે જ્યારે ડિજિટલ માધ્યમથી હજ યાત્રા માટે આવેદન કરી શકાશે. કેન્દ્રિય મંત્રીએ આ પગલાને ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશનો જ એક ભાગ ગણાવ્યો છે. મોદી સરકારના કાર્યોના વખાણ કરતા તેમણે કહ્યું છે કે, અમે હજ ડિજિટલ, ઓનલાઇન સંબંધિત નવી પ્રક્રિયાઓ બનાવી છે. કેન્દ્ર સરકાર હજની મુસાફરી માટે ઓનલાઇન આવેદનોને પ્રોત્સાહન આપી રહી છે, જેથી લોકોને પૂર્ણ પારદર્શિતા અને સહજતા સાથે હજની યાત્રા કરવાની તક મળે.

હજની યાત્રા પણ ડિજિટલ
સોમવારથી આ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ થઇ ગઇ છે અને સોમવારથી જ વર્ષ 2017 માટે હજ યાત્રાની આવેદન પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. ઓનલાઇન આવેદન કરવાની છેલ્લી તારીખ છે 24 જાન્યૂઆરી, 2017. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, સરકારે નવી દિલ્હી ખાતે હજ યાત્રા સંબંધિત નવી વેબસાઇટ પણ શરૂ કરી છે. વેબસાઇટ પર હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં હજ યાત્રાને લગતી તમામ માહિતીઓ ઉપસબ્ધ છે. આ એપમાં હજ માટે આવેદન, સૂચના, પૂછપરછ અને ઇ-પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.

English summary
Union ministry launches Haj Committee of India mobile app.
Please Wait while comments are loading...