For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામિયા વિશ્વવિદ્યાલયના ગેટ નંબર 5 પાસે ફાયરિંગ, સ્કૂટી પર આવ્યા હતા સંદિગ્ધ

જામિયા વિશ્વવિદ્યાલયના ગેટ નંબર 5 પાસે ફાયરિંગ, સ્કૂટી પર આવ્યા હતા સંદિગ્ધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ફરી એકવાર જામિયા મિલ્લિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયના ગેટ નંબર પાંચ પર એક શખ્સ દ્વારા ફાયરિંગ કરાયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ફાયરિંગની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફરીથી રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. જણાવી દઈએ કે એક અઠવાડિયાની અંદર અગાઉ જ બે વખત ફાયરિંગની ઘટનાઓથી દિલ્હીમાં હંગામો મચી ચૂક્યો છે.

જામિયા વિસ્તારમાં ફરીથી ફાયરિંગ

જામિયા વિસ્તારમાં ફરીથી ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા એક યુવક ધોળા દિવસે જામિયાવિસ્તારમાં પિસ્તોલ લહેરાવતો જોવા મળ્યો હતો. તેણે દિલ્હી પોલીસ સમક્ષ ફાયરિંગ કરી દીધું હતું જે જામિયાનો એક વિદ્યાર્થી ઘાયલ થઈ ગયો હતો. જે બાદ શાહીન બાગમાં એક યુવક દ્વારા ફાયરિંગનો મામલો સામે આવ્યા બાદ દિલ્હીની સુરક્ષા ર સવાલ ઉઠવા લાગ્યા હતા. આ દરમિયાન રવિવારની રાતે એકવા ફરીજામિયા વિશ્વવિદ્યાલય પાસે ફાયરિંગ થયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના ગેટ નંબર પાંચ પર બે સ્કૂટી સવાર યુવકોએ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.

ફાયરિંગમાં કેટલાય ઘાયલ

જામિયા કોર્ડિનેશન કમિટીએ પીટીઆઈને જણાવ્યું કે જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના ગેટ નંબર પાંચમાં રવિવારે રાત્રે બે અજ્ઞાત વ્યક્તિઓએ ગોળીબાર કર્યો. આ હુમલામાં કોઈ ઘાયલ નથી થયા, પોલીસને ઘટનાની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે ઘટના સ્થળે પોલીસના જવાન પહોંચી ગયા છે અને આરોપી યુવકોની તલાશ કરવામાં આવી રહી છે. ફાયરિંગ બાદથી જામિયા વિસ્તારના લોકોમાં ભાયનો માહોલ છે.

લાલ રંગની સ્કૂટી પર આવ્યા સંદિગ્ધ

ઘટના સ્થળે એસએચઓ હાજર છે અને હાલાતનો રિપોર્ટ લઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોળીબાર થયો ત્યારે ત્યાંથી સ્કૂટી પર સવાર બે સંદિગ્ધ જોવા મળ્યા હતા. જેમાથી એકે લાલ રંગની જેકેટ પહેરી હતી અને સ્કૂટી પણ લાલ રંગની જ હતી. સ્કૂટીનો નંબર 1532 જણાવવામાં આવી રહ્યો છે, પોલીસ સ્કૂટીના માલિકની તલાશમાં છે.

ગુસ્સાએલ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું

ફાયરિંગની ઘટના બાદ જામિયા વિદ્યાર્થીઓ અને લોકોનો ગુસ્સો પોલીસ પર ફૂટી પડ્યો અને અડધી રાત્રે યુવકોએ પ્રદર્શન કરવું શરૂ કરી દીધું. આ પ્રદર્શનમાં મહિલાઓ અને યુવતીઓ પણ સામેલ છે. જામિયા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી અને અન્ય લોકોએ જામિયા નગર પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈ નારા લગાવ્યા અને હુમલાખોરોની ધરપકડ કરવાની માંગ કરી. ફાયરિંગ કરનાર અજ્ઞાત યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ વિદ્યાર્થીઓએ જામિયા નગર પોલીસ સ્ટેશનથી પરત ફર્યા.

ચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પારચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પાર

English summary
unknown scooty rider fired shots out side of Delhi's Jamia Millia Islamia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X