For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ લડાઈ લડશેઃ પ્રિયંકા ગાંધી

પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ લડાઈ લડશેઃ પ્રિયંકા ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે બુધવારે પ્રદેશભરમાં એક દિવસનો ઉપવાર રાખ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર ટ્વીટ કરી હુમલો બોલ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સતાના સંરક્ષણ વિના પીડિતાના આખા પરિવારને પરેશાન કરવા શક્ય નથી. પ્રિયંકા ગાંધીએ પાછલા કેટલાય મામલાને લઈ પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર સતત હુમલાવર છે.

priyanka gandhi

પ્રિયંકા ગાંધીએ બુધવારે ટ્વીટર પર કહ્યું કે ઉન્નાવ બળાત્કાર મામલો અને પીડિતાના આખા પરિવારને પરેશાન કરવા સત્તાના સંરક્ષણ વિના શક્ય નથી. હવે કારનામાં ખુલી રહ્યાં છે અને ભાજપીનેાઓના નામ અને પોલીસની સામેલગીરી સામે આવી રહી છે. કોંગ્રેસ ન્યાય માટે પ્રતિબદ્ધ છે. અમે મજબૂતાઈથી આ લડાઈ લડશું. ઉન્નાવ રેપ પીડિતા સાથે રોડ અકસ્માત બાદ વિપક્ષી દળ ભાજપ પર સતત હુમલો બોલી રહ્યું છે.

અગાઉ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કુલદીપ સિંહ સેંગર પર કાર્યવાહીને લઈ પીએમ મોદીને અપીલ કરી હતી. તેમણે ભાજપ પર સવાલ ઉઠાવતા ટ્વીટ કરી કહ્યું હતું કે આખરે આપણે કુલદીપ જેવા લોકોને રાજનૈતિક શક્તિ અને સંરક્ષણ શા માટે આપીએ છીએ? અને પીડિતાને જીવનની લડાઈ લડવા માટે એકલી કેમ છોડી દઈએ છીએ? આખરે આવું કેમ? તેમણે પીએણ મોદીને અપીલ કરતા કહ્યું હતું કે પીએણ ભગવાન માટે આ અપરાધી અને રાજનીતિમાં સક્રિય તેના ભાઈને પોતાની પાર્ટી દ્વારા આપવામાં આવી રહેલ રાજનૈતિક શક્તિને રોકે. હજુ પણ મોડું નથી થયું.

પ્રિયંકાએ સવાલ કર્યો હતો કે આ કેસમાં ચાલી રહેલ સીબીઆઈ તપાસ ક્યાં સુધી પહોંચી? આરોપી ધારાસભ્ય હજુ સુધી ભાજપમાં કેમ છે? પીડિતા અને સાક્ષીઓની સુરક્ષામાં ઢિલાશ કેમ? તેમણે પૂછ્યું કે આ સવાલોના જવાબ વિના શું ભાજપ સરકાર પસે ન્યાયની કોઈ ઉમ્મીદ કરી શકાય છે? સતત વધતા દબાણ બાદ ભાજપે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પાર્ટીમાંથી હકાલી કાઢ્યો છે. રેપ પીડિતાના પરિવારના અકસ્માતના મામલે સેંગર તેના ભાઈ મનોજ અને અન્ય આઠ સામે પોલીસે એફઆઈઆર નોંધી છે.

પૂર્વ સાંસદ સંજય સિંહે પત્ની સાથે ભાજપનો ખેસ પહેર્યોપૂર્વ સાંસદ સંજય સિંહે પત્ની સાથે ભાજપનો ખેસ પહેર્યો

English summary
unnao rape case: congress will fight for justice says priyanka gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X