• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામે આવ્યો ઉન્નાવ રેપ પીડિતાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, થયા ઘણા મહત્વના ખુલાસા

|
Google Oneindia Gujarati News

લગભગ 48 કલાક સુધી જિંદગી અને મોત સામે ઝઝૂમ્યા બાદ ઉન્નાવ ગેંગરેપ પીડિતાએ દિલ્લીની સફરદરગંજ હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાતે દમ તોડી દીધો. ડૉક્ટરોનુ કહેવુ છે કે પીડિતા લગભગ 90 ટકા સુધી બળી ચૂકી હતી જેના કારણે તેની સ્થિતિ સતત બગડતી ગઈ. ડૉક્ટરોએ તેને બચાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેમની કોશિશ સફળ થઈ શકી નહિ. પીડિતાના શરીરના ઘણા અંગોએ શુક્રવારે સાંજે જ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ જેના કારણે તેનાથી બચવુ મુશ્કેલ થઈ ગયુ. પીડિતાના મોત બાદ શનિવારે સવારે તેનુ પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યુ જેમાં ઘણી મહ્તવની વાતો સામે આવી છે.

‘શરીરમાં ઝેરના કોઈ સંકેત ન મળ્યા'

‘શરીરમાં ઝેરના કોઈ સંકેત ન મળ્યા'

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ વિશે માહિતી આપતા સફદરગંજ હોસ્પિટલના ચિકિત્સા અધિક્ષક ડૉક્ટર સુનીલ ગુપ્તાએ જણાવ્યુ, ‘પીડિતાના પોસ્ટમૉર્ટમ દરમિયાન તેના શરીરમાં ઝેર અને દમ ઘૂટવાના કોઈ સંકેત ન મળ્યા. આજે સવારે પીડિતાના શબની ઑટોપ્સી કરવામાં આવી હતી. ઑટોપ્સી રિપોર્ટથી માલુમ પડ્યુ છે કે પીડિતાનુ મોત વધુ બળી જવાથી થયુ છે.'

થોડી સેકન્ડ બોલ્યા બાદ જ બેભાન થઈ જતી હતી પીડિતા

થોડી સેકન્ડ બોલ્યા બાદ જ બેભાન થઈ જતી હતી પીડિતા

સફદરગંજ હોસ્પિટલના ચિકિત્સા અધિક્ષક ડૉક્ટર સુનીલ ગુપ્તાએ જણાવ્યુ, ‘અમારી ટીમે પૂરી કોશિશ કરી હતી કે અમે કોઈ પણ રીતે પીડિતાને બચાવી લઈએ. અમે તેને નવી જિંદગી આપવા ઈચ્છતા હતા. લગભગ 90 ટકા બળી ચૂકેલી પીડિતાના શરીરમાંથી ઘણા તરલ પદાર્થ વહી ચૂક્યા હતા. તેની સ્થિતિ એટલી હદે ગંભીર હતી કે તે થોડી સેકન્ડ બોલ્યા બાદ જ બેભાન થઈ જતી હતી. શુક્રવારે સાંજ સુધી તેના ઘણા અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. તેમછતાં અમારી ટીમ તેનો જીવ બચાવવામાં લાગી ગઈ હતી. પીડિતાની સ્થિતિ એવી હતી કે ઘણા ડૉક્ટરોની આંખમાં આંસૂ આવી ગયા. પીડિતાના શરીરમાં સંક્રમણ બહુ ઝડપથી ફેલાયુ અને અમે લાખ કોશિશ બાદ પણ તેને બચાવી ન શક્યા.'

આ પણ વાંચોઃ લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણઆ પણ વાંચોઃ લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ

‘નરાધમોને દોડાવી-દોડાવીને મારવામાં આવે'

‘નરાધમોને દોડાવી-દોડાવીને મારવામાં આવે'

પોતાની દીકરીના મોત બાદ પીડિતાના પિતાએ કહ્યુ કે જે રીતે હૈદરાબાદ કાંડના આરોપીઓને મારવામાં આવ્યા એવી જ રીતે અમારી દીકરીના હેવાનિયતોને દોડાવી દોડાવીને મારી દેવા જોઈએ કે પછી ફાંસી આપી દેવી જોઈએ. તેમણે કહ્યુ કે આરોપીઓને સજા મળ્યા બાદ દીકરીના આત્માને શાંતિ મળશે. આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં પીડિતાની બહેને કહ્યુ, ‘મારી બહેન પોલિસમાં ભરતી થવા માંગતી હતી પરંતુ તેને જીવતી સળગાવી દેવામાં આવી. અમને અંદાજો નહોતો કે આરોપી મારી બહેનને જીવતી સળગાવી શકે છે. જે રીતે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે રેપ બાદ હત્યા કરીને આરોપીઓને સજા આપવામાં આવી એ રીતે તેની બહેનને સળગાવનારાઓ અને રેપ કરનારાઓને રસ્તા વચ્ચે ગોળી મારી દેવામાં આવે.'

90 ટકા બળી ગયા બાદ પણ એક કિમી ચાલી પીડિતા

90 ટકા બળી ગયા બાદ પણ એક કિમી ચાલી પીડિતા

નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા મુજબ 90 ટકા બળી ગયા બાદ પણ પીડિતા ઘટના સ્થળેથી એક કિલોમીટર સુધી ચાલી હતી અને મદદની બૂમો પાડી રહી હતી. પીડિતાએ પોતે જ 112 નંબર પર ફોન કર્યો હતો અને પોલિસને આપવીતી જણાવી હતી. પીડિતાને જીવતી સળગાવ્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયા. એક નજરે જોનારે જણાવ્યુ કે પીડિતા ભાગતા ભાગતા બૂમો પાડી રહી હતી બચાવો બચાવો. યુવકે તેનો અવાજ સાંભળીને પૂછ્યુ કે તમે કોણ છો? તેના આખા શરીરમા આગ લાગેલી હતી. તેને જોઈને હું ડરી ગયો. મને લાગ્યુ કે કોઈ ભૂત છે.

જામીન પર બહાર આવ્યા હતા આરોપી

જામીન પર બહાર આવ્યા હતા આરોપી

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ કે શિવમ ત્રિવેદી નામના વ્યક્તિએ તેને પ્રેમજાળમાં ફસાવી અને પછી રાયબરેલી લઈ જઈને રેપ કર્યો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે ત્રિવેદીએ મોબાઈલથી તેના અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો જેને વાયરલ કરવાની ધમકી આપીને તે સતત રેપ કરતો રહ્યો. યુવતીએ કહ્યુ કે શિવમે ઘણા શહેરોમાં લઈ જઈને તેની સાથે રેપ કર્યો. પીડિતાએ લગ્ન માટે દબાણ બનાવ્યુ પરંતુ શિવમ ન માન્યો. 5 માર્ચે 2018ના રોજ પરિવારની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી. પોલિસે કોર્ટના આદેશ પર દુષ્કર્મના બે આરોપીઓ શિવમ અને શુભમની ધરપકડ કરી. ત્યારબાદ બંને 3 ડિસેમ્બરે જામીન પર બહાર આવ્યા હતા.

English summary
Unnao rape victim death: Autopsy Reveals, Victim Died To Extensive Burn Injuries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X