મેરઠમાં મોદીએ કહ્યું અમારી લડાઇ SCAMની વિરુદ્ધ છે

Posted By:
Subscribe to Oneindia News

યુપી ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. 11 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં પહેલું ચૂંટણી મતદાન થવાનું છે. ત્યારે આજે ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે મેરઠ પહોંચ્યા. મેરઠ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી લડાઇ માફિયાઓ વિરુદ્ધ છે. યુપીમાં સમાજવાદી પાર્ટીને હટાવીને અમે ગુંડારાજની મુક્તિ અપાવવા માંગીએ છીએ.

modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આ સંબોધનમાં જણાવ્યું કે ગત બે વર્ષો અમારી સરકાર પર કોઇ કલંક નથી લાગ્યો. મને લાગે છે યુપીની જનતાનું દેવું ચૂકવવાનો સમય આવી ગયો છે. કેન્દ્રથી મોકલેવા નાણાં લખનઉ સુધી નથી પહોંચતા. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે જે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી વિરુદ્ધ આરોપ લગાવી રહી છે તે જ હવે અચાનક તેમની સાથે ગઠબંધનની સરકારની વાતો કરે છે. તેમણે એકબીજાને બચાવવા માટે ગઠબંધન કર્યું છે. પણ હવે આ ગઠબંધનથી પણ કોઇ નહીં બચે. મોદીએ કહ્યું કે અમારી લડાઇ સ્ક્રેમની વિરુદ્ધ છે. SCAM એટલે S- સમાજવાદી, C- કોંગ્રેસ, A- અખિલેશ, M- માયાવતી. તેમણે કહ્યું કે યુપીમાં ગુંડાઓ રાજનૈતિક આશ્રય લઇને બેઠા છે.

અખિલેશ સરકાર પર ટિપ્પણી કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે સફાઇ માટે યુપી સરકારને સાડા નવ સો કરોડ રૂપિયા આપ્યા હતા. પણ યુપી સરકાર 40 કરોડ પણ ખર્ચી નથી શકી. કેન્દ્ર સરકારે લોકોના સ્વાસ્થય અને ઇલાજ માટે યુપી સરકારને 4 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. રાજ્ય સરકાર તેના પણ ઢાઇ હજાર કરોડ ખર્ચ નથી કરી શકી. અને ના જ તે વાતનો હિસાબ આપી શકી છે. મોદીએ કહ્યું કે યુપીની જનતાના વિકાસ કાર્યને જોવાી બદલે સમાજવાદી સરકાર પરિવારની લડાઇમાં વ્યસ્ત છે.

તેમણે કહ્યું કે બીજેપીના દરેક વાયદા પર મારી નજર રહેશે. મેરઠ યુપીના વિકાસનો પ્રવેશ દ્વાર બનશે. શેરડીના ખેડૂતોના ચૂકવણીનો મુદ્દો પણ 14 દિવસમાં હલ કરવામાં આવશે. ખાંડની મિલા શેરડીના ખેડૂતોને પૈસા કેમ નથી આપતી? મોદીએ કહ્યું કે અમારી સરકાર દરેકને ઘર આપશે. યુપીની કાનૂન વ્યવસ્થા પર પણ તેમણે સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હત્યારાઓને કેમ સજા નથી મળતી. તેમણે લોકોને પરિવર્તન લાવવા માટે પણ વોટ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે અમે ઓઆરઓપીનો વાયદો પણ પૂર્ણ કર્યો છે. આ પહેલા 40 વર્ષોથી ફોજીઓની આ માંગને સાંભળવામાં નહતું આવ્યું.

English summary
UP assembly election prime minister narendra modi address election rally Merrut.
Please Wait while comments are loading...