કેશવ પ્રસાદ મૌર્યની તબિયત બગડતાં ICUમાં દાખલ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના ભાજપ ના પ્રમુખ અને સાંસદ કેશવ પ્રસાદ મૌર્યની તબિયત બગડી છે. તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ ના આઇસીયુના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

keshavparsad

બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે હોસ્પિટલ માં દાખલ કેશવ પ્રસાદ મૌર્ય

ઉત્તર પ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યની ખરાબ તબિયત પછી તેમને દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ કેશવ પ્રસાદ મૌર્યને બ્લડપ્રેશરની સમસ્યાને કારણે ગુરૂવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે તેમને ડોકટર્સની દેખરેખ હેઠળ મૂકવામાં આવશે. જો તેમના આરોગ્યમાં સુધારો જોવા મળે તો તેમને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. આ દરમિયાન, કેશવ પ્રસાદ મૌર્યએ પણ તેમના સમર્થકોને ટ્વિટ કરી પોતાના આરોગ્ય અંગે માહિતી આપી હતી. તેમણે તેમના ટ્વિટમાં જણાવ્યું કે, તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ મારી સાથે છે, હું સંપૂર્ણપણે તંદુરસ્ત છું.

અહીં વાંચો - કોંગ્રેસ એકલી નહીં કરી શકે મોદીનો મુકાબલો: મણિશંકર ઐયર

રાજ્યની વિધાનસભાની ચૂંટણી માં કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપના વિજય થવા પાછળ મુખ્ય ભૂમિકા ભજવી છે. કેશવ પ્રસાદ મૌર્યનું નામ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી માટે સામે આવી રહ્યું છે, પણ હાલમાં, આ અંગેનો નિર્ણય ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં લેવામાં આવશે. દિલ્હીમાં સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ કેશવ પ્રસાદ મૌર્યની પ્રશંસા કરી હતી.

English summary
Up bjp president keshav prasad maurya admitted icu ward rml hospital delhi.
Please Wait while comments are loading...