For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP Elections 2022 : ભાજપના નેતાની માનસિકતા સામે આવી, કહ્યું - 'તોફાન કરાવો કે મારઝૂ઼ડ કરો પણ ચૂંટણી જીતો'

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલ ચૂંટણી જીતવા માટે તેમના કાર્યકરોને "તોફાન, હિંસા, પૈસા અને દારૂનું વિતરણ" કરવા માટે ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

UP Elections 2022 : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ નિવેદનો આપતા અનેક નેતાઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આવો જ અન્ય એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલ ચૂંટણી જીતવા માટે તેમના કાર્યકરોને "તોફાન, હિંસા, પૈસા અને દારૂનું વિતરણ" કરવા માટે ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ મામલે સંજ્ઞાન લીધું છે.

મીડિયા અહેવાલોઅનુસાર, આ મામલાની નોંધ લેતા પોલીસે પૂર્વ ધારાસભ્ય અને તેમના 150 અજાણ્યા સમર્થકો વિરુદ્ધ આચારસંહિતાના ઉલ્લંઘન સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યોછે.

ઉલ્લેખીય છે કે, પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલનો આ વીડિયો સોમવારની રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલમેજામાં ભાજપના ઉમેદવાર નીલમ કારવરિયા માટે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં રામસેવક પટેલ ખુલ્લેઆમ કાર્યકરોને ભડકાવી રહ્યા હોવાનું સ્પષ્ટ

વીડિયોમાં રામસેવક પટેલ ખુલ્લેઆમ કાર્યકરોને ભડકાવી રહ્યા હોવાનું સ્પષ્ટ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રામસેવક પટેલ ખુલ્લેઆમ કાર્યકરોને ભડકાવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્ટેજ પરથી જ પૂર્વ ધારાસભ્યકાર્યકરોને કહી રહ્યા છે કે, ચૂંટણી કેવી રીતે જીતવી.

મંચ પરથી ખુલ્લેઆમ પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલે ભાજપના કાર્યકરોને અપીલ કરી હતી કે, 'ચૂંટણી કોઈપણભોગે જીતવી જ પડશે'. દરેક બૂથ જીતવા માટે તમારે જે પણ કરવું પડે, એ તમારે બધાએ કરવું પડશે. વિજય મેળવવો હોય તો રમખાણો હોય કે લાત-જૂતા, પૈસા-પંકહોય કે દારૂ હોય, તાકાત દેખાડવી હોય તો બધું જ કરવું પડશે.

માંડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો

માંડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો

વાયરલ વીડિયોમાં તે ખુલ્લેઆમ કાર્યકરોને ઉશ્કેરતો જોવા મળી રહ્યો છે. પૂર્વ ધારાસભ્યનો આ ભડકાઉ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તેનીનોંધ લીધી છે.

આ મામલામાં તેમની અને તેમના સમર્થકો વિરુદ્ધ માંડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, આ મામલે હજૂ સુધી પૂર્વ ધારાસભ્યરામસેવક વતી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ બેઠક જેના માટે બોલાવવામાં આવી હતી, તે ભાજપના ઉમેદવારે પણ કોઈ જવાબ આપ્યો નથી.

English summary
UP Elections 2022 : Prayagraj controversial statement by BJP leader Ramsevak Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X