For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં સરકાર અને પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છેઃ પ્રિયંકા ગાંધી

ઉત્તર પ્રદેશમાં સરકાર અને પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છેઃ પ્રિયંકા ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે. પ્રિયંકાએ લખનઉમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કહ્યું કે નાગરિકતા એક્ટ વિરદ્ધ બોલવા પર ઉત્તર પ્રદેશ સરકારની કાર્યવાહી અતિ ખરાબ છે. સોમવારે આ સમગ્ર મામલાને લઈ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યું. જેમાં રાજ્ય સરકારના ઈશારા પર પ્રશાસન પર ઉત્પીડન કરવાનો આરોપને લઈ ધ્યાન આપવાની દરખાસ્ત કરી છે. રાજ્યપાલને મળ્યા બાદ પ્રિયંકાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને ઉત્તર પ્રદેશ સરકાર પર ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે.

priyanka gandhi

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટના સમર્થનમાં પીએમ મોદીએ #IndiaSupportsCCA કેમ્પેન શરુ કર્યુંસિટિઝન એમેન્ડમેન્ટ એક્ટના સમર્થનમાં પીએમ મોદીએ #IndiaSupportsCCA કેમ્પેન શરુ કર્યું

સોમવારે આ સમગ્ર મામલાને લઈ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યું. કોંગ્રેસ પ્રતિનિધિમંડળે રાજ્યપાલને રાજ્યમાં સીએએ અને એનઆરસી વિરુદ્ધ થયેલ પ્રદર્શન દરમિયાન પોલીસની બર્બરતાની ન્યાયિક તપાસ કરવવાની માંગને લઈ રિપોર્ટ સોંપ્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી ઉત્તર પ્રદેશ સરકાર પર ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કહી અને પછી સામાન્ય લોકો સામે કાર્યવાહી થઈ. આવું પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રીએ આવી રીતે જનતાનો બદલો લેવાની વાત કહી હોય. પ્રિયંકા ગાંધીએ બિઝનૌર, લખનઉ, વારાણસીમાં પોલીસ કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે બિઝનોરમાં બાળકના મોત બાદ પોલીસે પરિવારને ધણકાવ્યા કે કોઈને કંઈ બોલ્યા તો સારું નહિ થાય. લખનઉમાં સદફ ઝફરને ફેસબુક લાઈવ અને એસઆર દારાપુરીની ફેસબુક પોસ્ટ પર જ ધરપકડ કરી લેવામાં આવી.

પ્રિયંકા ગાંધીએ શનિવારે પોતાની સુરક્ષામાં ચૂકના મામલે કહ્યું કે મારી સુરક્ષા મહત્વની નથી. પ્રદેશમાં અરાજકતાનો માહોલ છે, જરૂરી છે કે રાજ્યમાં માહોલ ઠીક થાય. મહિલાઓ માટે સારી વ્યવસ્થા બને. એનઆરસીને લઈ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં આ લાગૂ ના થઈ શકે.

English summary
up govt and police creating problems for citizens says priyanka gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X