UP News: આવી હાઈટેક હશે શ્રી રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષા, એક ચકલુ પણ ફરકી નહિ શકે
Ram Mandir News Ayodhya: વિશ્વ પ્રસિદ્ધ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે. અયોધ્યામાં પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રામ મંદિરનો સમાવેશ અત્યંત સંવેદનશીલ સ્થળોમાં કરવામાં આવ્યો છે.
તેને ધ્યાનમાં રાખીને મંદિરની સુરક્ષા વ્યવસ્થાને માત્ર અપગ્રેડ કરવામાં આવી નથી પરંતુ તેમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે અને આ સુરક્ષા વ્યવસ્થા એકદમ હાઈટેક છે. રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત હશે કે ત્યાં એક ચકલુ પણ ફરકી નહિ શકે.

હાલમાં યુપી પોલીસ, પીએસી અને સીઆઈએસએફ અહીં તૈનાત છે. પરંતુ હવે શ્રી રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષા રાષ્ટ્રપતિ અને સંસદ ભવનની જેમ કરવામાં આવશે. દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે CISFએ આ માટે સુરક્ષા યોજના તૈયાર કરી છે.
આ નવી યોજના હેઠળ આધુનિક સુરક્ષા સાધનો અને ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ સિક્યોરિટી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને નવી સુરક્ષા સિસ્ટમ માત્ર હાઈટેક નથી પણ તેમાં દેશની ઘણી સુરક્ષા એજન્સીઓનું સંયોજન છે. જેમાં ફિઝિકલ ગનમેનને બદલે આધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.
આધુનિક સુરક્ષા સાધનો લગાવવામાં આવશે. CISF અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કર્યું છે. આ યોજના ભીડ અને ખતરાની ધારણાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
