For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એઇડ્સે કર્યા અનાથ, બાળકો સ્મશાનમાં રહેવા માટે બન્યા મજબૂર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પ્રતાપગઢ, 26 જુલાઇ: ઉત્તર પ્રદેશના એક ગામમાં પોતાના મા-બાપનું એઇડ્સના કારણે મોત નિપજ્યું થયા બાદ બાળકો સ્મશાનમાં રહેવા માટે મજબૂર છે. પ્રતાપગઢના જમુઆ ગામમાં આ પાંચ બાળકોમાં સૌથી નાનું બાળક સાત વર્ષનું છે. આ બધા બાળકો પોતાના માતા-પિતાનું એઇડ્સથી મોત નિપજતાં સ્મશાનમાં રહેવા માટે મજબૂર છે. બાળકોના સંબંધીઓને ભય છે કે ક્યાંય તેમને પણ ચેપ ન લાગી જાય, ત્રણ મહિના પહેલાં બાળકોને તેમની એકલા મુકી દેવામાં આવ્યા હતા. આ બાળકોમાં એક છોકરી અને ચાર છોકરા પણ છે.

પોતાને રહેવા માટે કોઇ જગ્યા ન મળતાં બાળકો ગામમાં જ પોતાના માતા-પિતાની કબર પાસે રહી રહ્યાં છે. બાળકોમાં સૌથી મોટો છોકરો 17 વર્ષનો છે. કબર પાસે એક ઝાડ નીચે તાડપત્રી વડે બનાવેલ તંબૂ અને બે તૂટલા ખાટલામાં જ બાળકોનું ઘર છે અને પોતાના ભોજન માટે સંપૂર્ણ રીતે ગ્રામજનો પર નિર્ભર છે.

આટલું જ નહી સાતથી 17 વર્ષની ઉંમરના આ બાળકોને બીજા પરિવારોના લોકોની કબર પાસે રહેવા દિધા ન હતા, અને હવે ગત ત્રણ મહિનાથી તે બાળકો પોતાના મા-પિતાની કબર પાસે જ રહે છે.

up

આ બાળકોમાંના એક બાળક આદિલના જણાવ્યા અનુસાર 'મારા પિતાને એઇડ્સ થઇ ગયો હતો...ખતમ થઇ ગયું....પછી બે વર્ષ બાદ અમારી માતાનું મૃત્યું થઇ ગયું... તેમ છતાં અમે બધા પરિવારમાં રહેતા હતા, પરંતુ તેમને (પરિવારના અન્ય લોકોને) અમને તગેડી મૂક્યા... કહ્યું કે તેમને પણ એઇડ્સ થઇ જશે... માટે અમે લોકો અહીં સ્મશાનમાં રહીએ છીએ...''

ચંદન નામના પડોશીનું કહેવું છે, '' જ્યાં તેમના માતા-પિતાની કબર બનેલી છે, ત્યાં એક સીસમના ઝાડ નીચે પ્લાસ્ટિકનો તંબૂ બાંધીને રહે છે.' જો કે તેમના ગામમાં સરપંચ પણ છે, ધારાસભ્યનું ઘર પણ નજીક છે, અને સાંસદ પણ આ જ શહેરમાં રહે છે, પરંતુ ત્રણ મહિના સુધી કોઇએ તેમની ખબર સુદ્ધાં પણ લીધી નથી અને જ્યારે સમાચાર ચેનલોમાં પર આ અંગે બતાવવામાં આવતાં સરકારી તંત્રની ઉંઘ ઉડી અને હરકતમાં આવી ગઇ છે.

ગામના કેટલાક લોકો ઇચ્છે છે કે બાળકો સ્મશાન છોડીને જતા રહે છે. પરંતુ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ એક ઘર ફાળવામાં આવશે. સરકારે બાળકોને સમાજની મુખ્યધારામાં લાવવાનો વાયદો કર્યો છે. મીડિયામાં આ કિસ્સો આવ્યા બાદ કલેક્ટર દ્વારા જમીનનો પટ્ટો ફાળવાવામાં આવ્યો છે. તથા બાળકોને બીપીએલ કાર્ડ તથા બેંકમાં તેમનું ખાતું ખોલવવાનો અખિલેશ સરકારે દિલાસો આપ્યો છે. આ ઉપરાંત બાળકો એક-એક લાખની મદદ મળશે.

English summary
The deep rooted prejudice and lack of awareness about AIDS has once again manifested itself, this time in a village in Uttar Pradesh where five children of AIDS victims are forced to live in a graveyard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X