For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોઇડામાં 3700 કરોડના ઓનલાઇન છેતરપિંડીનો ભાંડો ફુટ્યો, ત્રણની ધરપકડ

પોલીસે જણાવ્યું કે, આરોપી 'socialtrade.biz' ના નામથી એક પોર્ટલ ચલાવતા હતા અને લોકોને સારી કમાણીની લાલચ આપી તેમની પાસે રોકાણ કરાવતા હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે નોઇડા માં 3700 કરોડ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના કરતા વેબ પોર્ટલનો ભાંડો ફોડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ ત્રણ લોકો પર આરોપ છે કે, તેમણે લગભગ સાડા છ લાખ લોકોને શિકાર બનાવ્યા હતા. સેક્ટર 63 નોઇડામાં ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઇન્ટરનેટ પર ચાલતા આ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. તેમણે આ મામલે અનુભવ મિત્તલ, શ્રીધર પ્રસાદ અને મહેશ દયાલની ધરપકડ કરી 500 કરોડ રૂપિયા કબજે કર્યા હતા.

fraud

કંપની સતત પોર્ટલનું નામ બદલતી હતી

પોલીસે જણાવ્યું કે, આરોપીઓ 'socialtrade.biz' નામનું પોર્ટલ ચલાવતા હતા અને લોકોને સારી કમાણીની લાલચ આપી તેમની પાસે રોકાણ કરાવતા હતા. આ લોકો 5750 રૂપિયાથી લઇને 57,500 રૂપિયા સુધી કંપનીના એકાઉન્ટમાં જમા કરાવડાવી લોકોને મેમ્બર બનાવતા હતા અને એક ક્લિક દીઠ પાંચ રૂપિયા આપતા હતા. એસટીએફના એસપી ત્રિવેણી સિંહે જણાવ્યું કે, કંપની એબ્લેઝ ઇન્ફો સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી રજિસ્ટર હતી અને તેઓ સતત પોતાના પોર્ટલનું નામ બદલતા હતા. આ રીતે એ લોકોએ લગભગ 6.5 લાખ લોકોને દગાબાજીનો શિકાર બનાવી તેમની પાસેથી 3700 કરોડ રૂપિયા પડાવ્યા છે.'

પ્રાઇવેટ બેંક શરી કરવાનો પણ કર્યો હતો દાવો

પોલીસની જાણકારી અનુસાર, આ છેતરપિંડી કરનાર ગેંગનો માસ્ટર માઇન્ડ ગાઝિયાબાદનો રહેવાસી છે, જ્યારે શ્રીધર પ્રસાદ વિશાખાપટ્ટનમ અને મહેશ દયાલ ઉત્તર પ્રદેશના મથુરાનો રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું કે, કંપનીના ઘણી બેંકોમાં એકાઉન્ટ છે અને કેટલાક કર્મચારીઓ પર હજુ પણ લાંચ લેવાની તલવાર લટકે છે. આ કંપનીએ પોતાની પ્રાઇવેટ બેંક શરૂ કરવાનો દાવો પણ કર્યો હતો.

અહીં વાંચો - સાધ્વી જયશ્રીગીરીની થઇ ધરપકડ, 5 કરોડના સોનાની માલિક?અહીં વાંચો - સાધ્વી જયશ્રીગીરીની થઇ ધરપકડ, 5 કરોડના સોનાની માલિક?

સુશિક્ષિત લોકો બન્યા શિકાર

આશ્ચર્યની વાત તો એ છે કે, આ કંપનીની દગાબાજીનો ભોગ બનનાર મોટા ભાગના લોકો સુશિક્ષિત છે. કંપનીએ આઇટી, માડિયા પ્રોફેશનલ્સ અને ડોક્ટરો સુદ્ધાંને પણ શિકાર બનાવ્યા છે. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે કંપનીએ પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવ્યા અને થોડા પૈસા ગ્રાહકોના એકાઉન્ટમાં પણ મૂક્યા. થોડા સમય બાદ કંપનીએ અચાનક જ ગ્રાહકોને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે ગ્રાહકોને થોડા પૈસા આપીને તેમને વધારે ફાયદો થાય છે, તો તેમણે વધુ લોકોને ફસાવવા માટે ફરી પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.

English summary
UP STF busted online fraud company in Noida three arrested as key accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X