એક્શનમાં કેન્દ્ર સરકાર, 3 મહીનામાં લેશે 13 મોટા નિર્ણયો!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 13 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી માટે પોતાના પગ મજબૂત કરવામાં લાગેલી સરકાર હવે ફૂલફોર્મમાં આવતી દેખાઇ રહી છે. સીએનબીસી આવાજના હવાલાથી આ માહિતી આવી રહી છે કે આવનારા ત્રણ મહીના નિર્ણયો અનુસાર ખૂબ જ મહત્વના રહેવાના છે. સૂત્રો અનુસાર ત્રણ મહિનાની અંદર સરકાર 13 મોટા નિર્ણયો લેવા જઇ રહી છે.

સૂત્રોનું કહેવું છે કે સરકાર સબસિડીવાળા એલપીજી સિલિન્ડરોની સંખ્યા 9થી વધારીને 12 કરવા જઇ રહી છે. સરકાર તરફથી રેલવે પ્રોજેક્ટમાં એફડીઆઇને ખોલી શકાય છે. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ એફડીઆઇને ખોલવાની તૈયારી થઇ રહી છે. મોટા પ્રોજેક્ટને પર્યાવરણ સાથે જોડાયેલી મંજૂરી આપવામાં આવશે. ક્વોડ્રિસાઇકલ પર નોટિફિકેશન જારી થઇ શકે છે. ઇ-કોમર્સમાં એફડીઆઇનો માર્ગ મોકળો કરી શકાય છે.

સૂત્રોની માનીએ તો સરકારે નવા બેન્કિંગ લાયસન્સ પણ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આવનારા દિવસોમાં ગોલ્ડ ઇમ્પોર્ટના નિયમો સરળ બની શકે છે. ચૂંટણીના પગલે સરકાર ફ્રી મોબાઇલ આપવાની યોજનાને અમલમાં લાવી શકે છે.

સરકારી કંપનીઓ, એસયૂયૂટીઆઇમાં રોકાણથી રૂપિયા એકત્રિત કરવામાં આવશે. ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે. સરકારની વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શન બિલ લાવવાની કોશિશ છે તેમજ ટેક્સ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવામાં આવશે.

English summary
UPA in action, will take 13 strong decision in three month.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.