For Quick Alerts
For Daily Alerts
શહીદ જવાનોના મોત પર રાજનીતિ કરી રહેલી યુપીએ સરકાર
નવી દિલ્હી, 7 ઑગસ્ટ : રક્ષામંત્રી એ.કે. એન્ટની પર વિપક્ષના પ્રહારો બાદ કોંગ્રેસે એનડીએની સામે મોર્ચો ખોલી દીધો છે. કોંગ્રેસ પ્રવક્તા અજય માકને ટ્વિટ કરી યુપીએ અને એનડીએના શાસનકાળ દરમિયાન પાકિસ્તાની સૈનિકા દ્વારા હુમલો અને ઘુસણકોરની ઘટનાનો અહેવાલ આપ્યો છે. માકને જણાવ્યું કે એનડીએના રાજમાં કેટલા જવાનો શહીદ થયા હતા અને યુપીએના રાજમાં કેટલા.
માકને લખ્યું છે કે એનડીએના રાજમાં 1998થી 2004 દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે 6115 સામાન્ય નાગરિકો માર્યા ગયા, એટલે કે દરવર્ષે 874 લોકો માર્યા ગયા છે. જ્યારે યુપીએના શાસન દરમિયાન ગયા વર્ષે માત્ર 15 લોકો જ માર્યા ગયા છે. એનડીએના રાજમાં 1998થી 2004 દરમિયાન કુલ 23603 જેટલી આતંકી ઘટનાઓ ઘટી છે. એટલે કે દરવર્ષે 3372 આતંકી ઘટના થઇ. જ્યારે યુપીએના રાજમાં ગયા વર્ષે 220 આવી ઘટનાઓ બની.
માકનના અનુસાર આ આંકડા યુપીએ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આગરા સમ્મેલન, લાહૌર જાહેરાત અને કારગિલ હુમલા દરમિયાન બીજેપીની નીતિઓ નિષ્ફળ સાબિત થઇ ચૂકી છે.
કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલું શહીદોનું આંકડાકીય વર્ગીકરણથી એટલું અનુમાન લગાવી શકાય છે કે કોંગ્રેસ ભારત માતાના રક્ષણ ખારત પોતાના પ્રાણની આહુતી આપનાર જવાનોના મોત પર પણ રાજનીતિ કરી શકે છે.