લોકસભા ચૂંટણી 2014 : ત્રીજા તબક્કાની 91 બેઠકો પર મતદાન શરૂ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાઇ રહ્યું છે. 10 એપ્રિલ, 2014, ગુરુવારે મતદાન દેશના 11 રાજ્યોમાં અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યોજાઇ રહ્યું છે.

જે રાજ્યોમાં મતદાન યોજાઇ રહ્યું છે તેમાં દિલ્હી(7 બેઠક),ઓડિશા (10 બેઠકો), ઝારખંડ (4 બેઠકો), અંદમાન, ચંડીગઢ અને લક્ષદ્વીપમાં એક-એક બેઠકો, મધ્યપ્રદેશ (9 બેઠકો), મહારાષ્ટ્ર (10 બેઠકો), ઉત્તર પ્રદેશ (10 બેઠકો),કેરળ (20 બેઠકો), હરિયાણા (10 બેઠકો), બિહાર (6 બેઠકો)નો સમાવેશ થાય છે.

જ્યારે ઝારખંડની હઝારીબાગ બેઠક પરનું મતદાન મુલતવી રાખવામાં આવ્યું છે કારણ કે આ બેઠક પર રામનવમીની ઉજવણી મોટા પાયે ચાલી રહી છે.

ls-poll-sansad

મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ગયું છે. આજે જે 91 બેઠકો પર મતદાન યોજાયું છે તે તમામ બેઠકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ ચૂંટણીઓમાં અનેક દિગ્ગજોની શાખ દાવ પર લાગી છે. જેમાં કપિલ સિબ્બલ, અજય માકન, શશિ થરૂર, કૃષ્ણા તીરથ, અજિત સિંહ, મીરા કુમાર, સંદીપ દિક્ષિત, ચૌધરી અજીત સિંહ, જયાપ્રદા, નગ્મા, રાજબ્બર, હુકુમ સિંહ, પાયદળ અધ્યક્ષ વી કે સિંહનો સમાવેશ થાય છે.

અપડેટ : 6.40
બિહારની જુમાઇ ખાતેની ખાણમાં બ્લાસ્ટ : CRPFના 3 જવાનોના મોત

English summary
The third phase of the Lok Sabha election 2014 will be held in 11 states and three Union Territories (UTs) on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X