વર્મા કમેટીની કોઇ ભલામણને હાલ રદિયો નહીં: ચિદમ્બરમ

ચિદમ્બરમે જણાવ્યું કે બજેટ સત્રમાં આ બિલને પાસ કરાવી લેવામાં આવશે. સંસદમાં એક ક્રિમિનલ લો સંશોધન બિલ પણ પાસ થઇ ચૂક્યુ છે. તેમણે જણાવ્યું કે જો સંસદમાં કાનૂન બનવાની રાહ જોવામાં આવતી તો આ દરમિયાન થનાર બળાત્કારની ઘટનાઓમાં તે કાનૂન લાગૂ ના થતો કારણ કે બળાત્કાર કાનૂનમાં તાત્કાલિક ધોરણે બદલાવની માંગ ઉઠી હતી. માટે આ વટહુકમ લાવવામાં આવ્યો અને હવે તેને સંસદમાં કાનૂન બનાવવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે મજબૂત કાનૂનથી ક્રાઇમ ઓછું થશે.
ચિદમ્બરમે જણાવ્યું કે જસ્ટિસ વર્માની ભલામણોને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવી નથી. સામાન્ય બહુમત નહીં મળતા કેટલીક ભલામણોને વટહુકમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. એ ભલામણો પર ચર્ચાની જરૂર છે.












Click it and Unblock the Notifications
