For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ‘એરફોર્સ વન' જેવા વિમાનમાં ઉડશે પીએમ-રાષ્ટ્રપતિ, સ્પર્શી નહિ શકે મિસાઈલો

ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી દ્વારા ઉપયોગ કરાતા એર ઈન્ડિયા વનને હવે વધુ અત્યાધુનિક અને મજબૂત બનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી દ્વારા ઉપયોગ કરાતા એર ઈન્ડિયા વનને હવે વધુ અત્યાધુનિક અને મજબૂત બનાવવામાં આવશે. આના માટે અમેરિકા અને ભારત વચ્ચે એક સુરક્ષા સમજૂતી થઈ છે. અમેરિકા ભારતને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વેચવા જઈ રહ્યુ છે. ભારતના અનુરોધ પર અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે બે બોઈંગ 777 વિમાનોની વિદેશી મિલિટરી સેલને મંજૂરી આપી દીધી છે. યુએસએ 190 મિલિયન ડૉલર (લગભગ 1360 કરોડ રૂપિયા) ની આ ડીલ હેઠળ ભારતની એર ઈન્ડિયા વનને બે મિસાઈલ સિસ્ટમ આપશે.

ટ્રમ્પ સરકારે બે રક્ષા મિસાઈલ પ્રણાલિઓને મંજૂરી આપી

ટ્રમ્પ સરકારે બે રક્ષા મિસાઈલ પ્રણાલિઓને મંજૂરી આપી

સીએમસીએ મુજબ ટ્રમ્પ સરકારે બે મિસાઈલ પ્રણાલિઓ - ‘લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેજર' (લેરકેમ) અને ‘સેલ્ફ-પ્રોટેક્શન સુઈટ્સ' (એસપીએસ) ના વેચાણને મંજૂરી આપી દીધી છે. આ ટેકનિક અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા યુઝ કરાતા એરફોર્સ વનમાં લાગલી છે. લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રરેડ કાઉન્ટરર્મેશર (LAIRCM) ટેકનિક વિમાનો પર મિસાઈલ હુમલા રોકવામાં સક્ષમ છે. અમેરિકાનો આ નિર્ણય એ સમયે આવ્યો છે જ્યારે હાલમાં જ ભારત સરકારે લેરકેમ અને એસપીએસ પ્રણાલિ આપવાનો તેમને અનુરોધ કર્યો હતો.

દુનિયાના અમુક દેશો પાસે જ છે આ ટેકનિક

દુનિયાના અમુક દેશો પાસે જ છે આ ટેકનિક

આ બે બોઈંગ 777 વિમાનોને દુનિયાભરના એડવાન્સ્ડ સિક્યોરિટી સિસ્ટમ જેવા - મિસાઈલ વોર્નિંગ, કાઉન્ટર મેજર ડિસ્પેંસિંગ સિસ્ટમ અને ઈનક્રિપ્ટેડ સેટેલાઈટ કમ્યુનિકેશન જેવી સુવિધાઓથી લેસ કરવામાં આવી રહ્યા છે. જો આ વિમાનોમાં પ્રાઈવેટ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ અમેરિકી રાષ્ટ્રપતિના ચર્ચિત ‘ફ્લાઈંગ ઓવલ ઓફિસ' જેવા જ હાઈટેક બનશે. આ પહેલા 2008માં ઓસ્ટ્રેલિયાએ LAIRCM સિસ્ટમ પોતાના C-130J માટે ખરીદી હતી.

શું છે LAIRCM

શું છે LAIRCM

LAIRCM કાર્યક્રમનો ઉદ્દેશ મોટા વિમાનોને મેન-પોર્ટેબલ કે ખભાથી તાકવામાં આવતી મિસાઈલોથી બચાવવાનો છે. LAIRCM સિસ્ટમ લગાવવાથી વિમાનના ક્રૂને મળતો વોર્નિંગ ટાઈમ વધી જાય છે અને ફૉલ્સ અલાર્મ રેટ ઘટી જાય છે. આ ઉપરાંત વિમાન પોતે જ એડવાન્સ્ડ ઈન્ટરમીડિએટ રેંજ મિસાઈલ સિસ્ટમનો જવાબ આપી શકે છે. આમાં ક્રૂ મેમ્બર્સને કંઈ પણ કરવાની જરૂર રહેતી નથી. આના માટે ક્રૂને કોઈ પ્રકારની હરકત કરવાની પણ જરૂર રહેતી નથી. આનો ઉપયોગ અમેરિકી નેવીએ પોતાના પેટ્રોલ જેટ અને CH-53 સુપર હેલિકોપ્ટર માટે શરૂ કર્યો હતો.

વર્ષના અંત સુધી ભારતને મળી જશે આ નવા વિમાન

વર્ષના અંત સુધી ભારતને મળી જશે આ નવા વિમાન

જાન્યુઆરી 2018માં જ આ બંને વિમાન ભારતને મળી ચૂક્યા છે. હાલમાં આ બંને વિમાન અમેરિકાની બોઈંગ ડિફેન્સ કંપની પાસે છે જ્યે તેમને એડવાંસ અને લેટેસ્ટ સિક્યોરિટી અને કમ્યુનિકેશન સિસ્ટમથી લેસ કરવામાં આવી રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી આ બંને ભારત આવી જશે. અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી કો-ઓપરેશન એજન્સી (ડીએસસીએ) એ બુધવારે કહ્યુ, ‘આ પ્રસ્તાવિત ડીલથી અમેરિકાની વિદેશ નીતિ સાથે સાથે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને બળ મળશે. ભારત જેવા મજબૂત ડિફેન્સ પાર્ટનરની સુરક્ષા વધારીને બંને દેશોના રણનીતિક સંબંધોને નવો મુકામ મળશે.'

આ પણ વાંચોઃ પ્રિયંકાથી માત્ર બે મહિનામાં આપણે કોઈ કરિશ્માની આશા ન રાખી શકીએઃ રાહુલઆ પણ વાંચોઃ પ્રિયંકાથી માત્ર બે મહિનામાં આપણે કોઈ કરિશ્માની આશા ન રાખી શકીએઃ રાહુલ

English summary
US approves sale of two missile defence systems for Air India One
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X