For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ઇમરજન્સી વખતે અમેરિકાએ ઇન્દિરા ગાંધીના ઘરમાં કરાવી હતી જાસૂસી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

indira-gandhi
નવી દિલ્હી, 8 એપ્રિલ: સ્વિડિશ વેબસાઇટ વિકિલીક્સે 1975 થી માંડીને 1977 સુધી ભારતીય રાજકારણને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. અમેરિકી કેબલના હવાલેથી તેમને દાવો કર્યો છે કે 1975માં દેશમાં ઇમરજન્સી લગાવવાના મુદ્દે 1977માં પ્રથમ વાર વિપક્ષની સરકાર બન્યા સુધી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ઘરમાં અમેરિકી જાસૂસ હાજર હતા. જો કે આ ખુલાસામાં આ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે તે જાસૂસ કોણ હતો, તે ભારતીય હતો કે વિદેશી હતો.

વિકિલીક્સે કેબલના હવાલેથી કહ્યું છે કે 1976ના મધ્યમાંથી જ અમેરિકી સરકારને આ સૂચના મળી હતી કે 1977માં સામાન્ય ચુંટણી યોજાઇ શકે છે. 26 જૂન 1975ના ઇમરજન્સીની જાહેરાતના એક દિવસ બાદ અમેરિકી દૂતાવાસે પોતાની સરકારને મોકલેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ઇમરજન્સી પાછળ ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી અને તેમના સચિવ આર કે ધવનની ભૂમિકા હતી. કેબલમાં કેટલીક જગ્યાએ ઇન્દિરા ગાંધીના ઘરમાં હાજર 'વિશ્વનિય સૂત્રોના હવાલાથી' ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંનેની કોઇ વિચારધારા ન હતી, બંને તાનાશાહી સ્વભાવના હતા અને તેમનો એક જ હેતુ હતો કોઇપણ પ્રકારે ઇન્દિરા ગાંધીને સત્તામાં બનાવી રાખવા.

અમેરિકી દૂતાવાસે ઇમરજન્સીની જાહેરાત બાદ ઓછામાં ઓછા ચાર તાકતવર કોંગ્રેસી સાંસદો સાથેની વાતચીતના આધારે સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં ઇમરજન્સીના સમયને લઇને અંતરવિરોધ હતો. કેટલાકે કહ્યું હતું કે આ બે-ત્રણ મહિના રહેશે જ્યારે કેટલાકનું કહેવું છે આ વધુમાં વધુ છ મહિના સુધી જ રહેશે. આ પ્રકારે કેટલાકે કહ્યું કે વર્ષના અંત સુધી ચુંટણી યોજાશે અને કેટલાકે કહ્યું કે ઇન્દિરા ગાંધી સામાજિક અને આર્થિક સુધારા સાથે 1976ના અંતમાં ચુંટણી યોજાવવા માંગતી હતી.

વિપક્ષી નેતા ચૌધરી ચરણ સિંહની સંભવિત ધરપકડને લઇને મોકલવામાં આવેલ રિપોર્ટમાં ફરિ એકવાર ઘરેલૂ સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે સંજય ગાંધીના વિચાર શું હતા? ડિસેમ્બર 1975માં અમેરિકી સરકારને મોકલવામાં આવેલા કેબલમાં સંજય ગાંધીના વધતા જતા પ્રભાવની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે સંગઠન પર તેમનો પ્રભાવ વધતો જતો હતો અને પાર્ટીમાં તેમને એક મોટાગજાના નેતા માનવામાં આવી રહ્યાં છે.

English summary
Latest US cables released of wikileaks reveals that US establishment was able to know the exact Indira Gandhi's political moves between the period 1975- 1977 as they had a source in the Gandhi household.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X