• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આનંદો! હવે ઓનલાઇન વિઝા સ્ટેટસ ચેક કરી શકાશે

|
ceac
નવી દિલ્હી, 4 જાન્યુઆરી: યુ.એસ મિશન ટૂ ઇન્ડિયા દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે યુ.એસના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એક નવી સિસ્ટમ CEAC કાર્યરત કરવામાં આવી છે. જેના દ્વારા આપ આપની વિઝા અરજીની પ્રક્રિયા કેટલે સુધી પહોંચી તે સરળતાથી જાણી શકશો.

યુ.એસ માટેના વિઝા અરજદારો હવે પોતાની અરજીની પ્રક્રિયા અને વિઝા સ્ટેટસ https://ceac.state.gov/CEAC/ પર જઇને આપેલા વિકલ્પ 'મારી વિઝા અરજીની સ્થિતિની તપાસ'(Check My Visa Application Status)ને પસંદ કરીને સરળતાથી આપની વિઝા અરજીનું સ્ટેટસ જાણી શકાશે. યુ.એસ વિઝા ડિપાર્ટમેન્ટ દ્વારા વિઝા અરજદારોને સારી સર્વિસ પૂરી પાડવા અને વિઝા પ્રક્રિયામાં પારદર્શકતા ઉભી કરવા માટે આ સિસ્ટમને અમલમાં લાવવામાં આવી છે.

આ પહેલ હેઠળ અન્ય ઉન્નતિકરણો જેવા કે ઓફસાઇટ ફિંગરપ્રીન્ટ્સ, ફોટોગ્રાફી સર્વિસ અને વિસ્તૃત મુલાકાતને જતી કરવી વગેરે કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ તમામ પહેલ દ્વારા આવનાર વર્ષોમાં વધુમાં વધુ વિઝા આપવાની ક્ષમતા વધારી શકાશે, ગ્રાહકની સર્વિસ સુધરશે, અને ભારત અને અમેરિકા વચ્ચે નાગરિકોની કાયદેસરની મુસાફરીમાં વધારો થશે. આ પહેલ ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીમાં પાયાનો પત્થર બની રહેશે.

સીઈએસી સ્ટેટસ ચેક સાઇટ એ વૈશ્વિક રીતે કાર્ય કરશે અને વિઝા અરજદારો તેનો વૈશ્વિકસ્તરે ઉપયોગ કરી શકશે, અને દુનિયાના કોઇપણ ખુણેથી બેસેની તેમની વિઝા અરજીની સ્થિતિ જાણી શકશે. જેના માટે અરજદારે માત્ર CEAC બારકોડ, કેસ નંબર અને મુલાકાતનું સ્થળ એન્ટર કરવાનું રહેશે જેનાથી વિઝાની પ્રક્રિયા અને તેની સ્થિતિ તમારી સામે આવી જશે.

English summary
The U.S. Mission to India is pleased to announce that the U.S. Department of State’s new system, CEAC Status Check, can now be accessed “Check My Visa Application Status.”

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more