For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MDHના સંભાર મસાલામાં મળ્યા ખતરનાક બેક્ટેરિયા, તમારા માટે જાનલેવા

વર્ષોથી તમારા ભોજનનો સ્વાદ વધારનાર MDH મસાલા વિશે મોટો ખુલાસો થયો છે. જે મસાલા તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, તે તમારા માટે ખતરનાક છે તેનો ખુલાસો આ રિપોર્ટથી થયો છે.

|
Google Oneindia Gujarati News

વર્ષોથી તમારા ભોજનનો સ્વાદ વધારનાર MDH મસાલા વિશે મોટો ખુલાસો થયો છે. જે મસાલા તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, તે તમારા માટે ખતરનાક છે તેનો ખુલાસો આ રિપોર્ટથી થયો છે. MDH સંભાર મસાલામાં ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઑથોરિટીએ MDHના સંભાર મસાલામાં ખતરનાક સાલ્મોનેલા બેક્ટેરિયા મળી આવ્યાની વાત કહી છે.

MDH મસાલામાં ખતરનાક તત્વ

MDH મસાલામાં ખતરનાક તત્વ

તમને જણાવી દઈએ કે અમેરિકાના રિટેલ માર્કેટમાં એક ડિસ્ટ્રીબ્યુટરે પોતાની દુકાનમાંથી MDH મસાલાની ત્રણ લૉટ એટલા માટે હટાવવી પડી કારણકે અમેરિકી ફૂડ રેગ્યુલેટરે MDH કંપનીના સંભાર મસાલામાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા મળી આવ્યાની પુષ્ટિ કરી હતી.

સંભાર મસાલા જાનલેવા

સંભાર મસાલા જાનલેવા

યુએસ ફૂડ એન્ડ ડ્રગ ઑથોરિટીએ અધિકૃત નિવેદન જારી કરીને કહ્યુ કે MDHના સંભાર મસાલા આરોગ્ય માટે ખતરનાક છે. આની આ પ્રોડક્ટને સર્ટિફાઈડ લેબમાં તપાસ કરવામાં આવ્યા. તપાસ એજન્સી એફડીએ મુજબ જ્યારે તેમને આ વિશે માહિતી મળી કે બજારમાં અમુક એવી પ્રોડક્ટ્સ વેચવામાં આવી રહી છે જેમાં સાલ્મોનેલા બેક્ટેરિયા છે ત્યારબાદ તેમણે તપાસ શરૂ કરી. તપાસ રિપોર્ટમાં MDHના સંભાર મસાલામાં આ બેક્ટેરિયા મળી આવ્યા, જે માનવીના શરીર પર ખરાબ અસર કરે છે.

આ પણ વાંચોઃ હવે ઉત્તરાખંડ સરકારે પણ ઘટાડ્યા ટ્રાફિક દંડ, 50 ટકા સુધીની આપી છૂટઆ પણ વાંચોઃ હવે ઉત્તરાખંડ સરકારે પણ ઘટાડ્યા ટ્રાફિક દંડ, 50 ટકા સુધીની આપી છૂટ

શું હોય છે આ બેક્ટેરિયાની અસર

શું હોય છે આ બેક્ટેરિયાની અસર

આ બેક્ટેરિયાની અસર તરીકે આ બિમારીની શરૂઆતના લક્ષણમાં તમને ડાયેરિયા, પેટમાં મરોડ સહિત 12થી 72 કલાકની અંદર તાવ વગેરેની સમસ્યા થવા લાગે છે. સાલ્મોનેલા બેક્ટેરિયાથી ગ્રસિત ખાદ્ય પદાર્થને ખાવાથી 12થી 72 કકલાકમાં ખાનાર વ્યક્તિને ઝાડા, તાવ, પેટમાં મરોડ જેવી બિમારીઓ થાય છે. આ બિમારીમાંથી બહાર નીકળવામાં ચારથી સાત દિવસ લાગે છે. આની સૌથી વધુ અસર વૃદ્ધો અને નવજાત બાળકો પર થાય છે. જો કે આ પુષ્ટિ નથી થઈ શકી કે ભારતમાં પણ MDHના મસાલામાં સાલ્મોનેલા મળી આવ્યા છે કે નહિ. જો કે આ પહેલી વાર નથી જ્યારે MDHના મસાલામાં અમેરિકી ફૂડ નિયામક એજન્સીએ સાલ્મોનેલા હોવાની ફરિયાદ કરી છે.

English summary
The Food and Drug Administration,US FDA found salmonella bacterium in at least three batches of MDH Sambhar Masala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X