આ 5 બેંકોના ગ્રાહકો થઈ જાય સાવધાન, થઈ શકે સાઈબર ફ્રોડ
જો તમે આઈટી રિટર્ન ઓનલાઈન ફાઈલ કરો છો અને જો તમે આ પાંચ બેંકોના યૂઝર છો, જેની જાણકારી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમે થોડા સતર્ક થઈ જાઓ. કેમ કે સાઈબર અપરાધી તમારી સાથે નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં છે. જી હાં, દિલ્હી આધારિત એક થિંક ટૈંકે પોતાની તપાસમાં સાઈબર ફ્રોડને લઈ આ વાતનો ખુલાસો કર્યો છે.
થિંક ટેંકે કહ્યું કે સાઈબર અપરાધી લોકો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા માટે ભારતીય યૂઝર્સને લોભાવવાની કોશિશ કરી રહ્યા છે. થિંક ટેંકે સોમવારે રિપોર્ટ જાહેર કરી ચેતવણી આપતા કહ્યું કે ઈન્ટરનેટ પર કેટલાક સંદિગ્ધ મેસેજ પ્રસારિત થઈ રહ્યા છે, જેમાં યૂઝર્સ પાસેથી આવકવેરો રિફંડ માટે અરજી કરવાનું કહેવામાં આવે છે અને યૂઝર એ મેસેજ અથવા લિંક પર ક્લિક કરે છે તો તે તમને એક વેબ પેજ પર લઈ જાય છે જે તમને આવકવેરા વિભાગના ઓનલાઈન ઈનકમ ટેક્સ જમા કરાવતા ઓરિજનલ વેબ પેજ જેવું જ દેખાશે. જેને ઓરિજનલ પેજ સમજીને યૂઝર્સ પોતાની મહત્વપૂર્ણ જાણકારી ત્યાં ભરી દેતા હોય છે અને તેમની સાથે દગો થઈ જાય છે. દિલ્હી આધારિત થિંક ટૈંક સાઈબરપીસ ફાઉંડેશને સાઈબર સિક્યોરિટી સર્વિસેજ ફર્મ ઓટોબોટ ઈન્ફોસેક સાથે મળી આ તપાસ કરી છે.

આ બેંકોના યૂઝર સાઈબર અપરાધિઓના નિશાના પર
થિંક ટેંકે તપાસમાં જાણ્યું કે સાઈબર અપરાધી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને પંજાબ નેશનલ બેંકના ઉપયોગકર્તાઓને નિશાન બનાવી રહ્યા છે.

અહીંથી સંદિગ્ધ લિંક મોકલાઈ રહી છે
રિપોર્ટ્સ મુજબ આ સંદિગ્ધ લિંકને સાઈબર અપરાધીઓ દ્વારા અમેરિકા અને ફ્રાંસથી મોકલવામાં આવી રહ્યા છે. જેમાં લખ્યું હોય છે કે તમને ઈન્કમ ટેક્સ રિફંડ આપવામાં આવશે, કૃપિયા તમે આ લિંક પર ક્લિક કરી માંગેલી જાણકારી આપો. જે બાદ યૂઝર લાલચમાં આવી તપાસ કર્યા વિના જ ફોર્મ ભરી દેતો હોય છે. આ ફોર્મમાં તમારી પાસેથી તમારી ખાનગી અને બેંક સાથે જોડાયેલી જાણકારી માંગવામાં આવી રહી છે. જેવો જ યૂઝર ફોર્મ ભરી સબમિટ કરે છે તેની સાથે જ નાણાકીય નુકસાન થવાની સંભાવના વધે છે. સાઈબર અપરાધી ગમે ત્યારે આવા યૂઝર્સ સાથે ફ્રોડ કરી શકે છે. માટે તમારે સતર્ક રહેવાની વિશેષ જરૂરત છે.
થિંક ટેંક મુજબ આવા પ્રકારની લિંકનું કોઈ ડોમેન નેમ નથી હોતું અને આ ભારત સરકાર સાથે જોડાયેલું પણ નથી હોતું. આ લિંક સાથે જોડાયેલ તમામ આઈપી એડ્રેસ થર્ડ પાર્ટી સમર્પિત ક્લાઉડ હોસ્ટિંગ પ્રદાતાઓના હોય છે.

લિંક સંદિગ્ધ છે કે નહી આવી રીતે જાણો
થોડી સાવધાનીથી તમે સાઈબર ફ્રોડથી બચી શકો છો. સાઈબર અપરાધી જે લિંક મોકલે છે તે httpsને બદલે http પ્રોટોકોલનો ઉપયોગ કરે છે. જેનો મતલબ કે આ નેટવર્ક અથવા ઈન્ટરનેટ પર કોઈપણ વ્યક્ત ટ્રાફિક બાધિત કરી શકે છે અને તમામ ગોપનિય જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ લિંક યૂઝરને ગૂગલ પ્લેસ્ટોરને બદલે થર્ડ પાર્ટી સ્રોતથી એક એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે કહે છે જે બાદ તે યૂઝરને ડિવાઈસના બિનજરૂરી ઉપયોગની અનુમતિ પ્રદાન કરવા માટે કહે છે.
હકીકતમાં આ ફીસિંગ પેજ હોય છે જે આઈટી રિટર્ન ભરવાની વેબસાઈટ જેવું જ હોય છે અને તેમાં ડિટેલ ભરીને સબમિટ દબાવતાની સાથે જ સાઈબર ક્રિમિનલ પાસે તમારી જાણકારી પહોંચી જાય છે. જો આવાં કોઈ પેજમાં નેટ બેંકિંગથી લૉગ ઈન કરવાનું કહે તો પાસવર્ડ કે આઈડી ક્યારેય આપવા નહિ.
સરકારનો નવો આદેશ, કોરોના ગાઈડલાઈન્સનુ કર્યુ ઉલ્લંઘન તો સીલ થશે હોટલ અને થિયેટર