Terror Alert: અયોધ્યા, કાશી, મથુરાની સુરક્ષામાં વધારો

લખનઉ, 13 જૂન: ગુપ્તચર વિભાગના અહેવાલ અનુસાર આતંકી ઘટનાઓના પગલે ઉત્તર પ્રદેશ સરકારે કમર કસી લીધી છે અને ખાસ પ્રકારે ત્રણ ધાર્મિક નગરો વારાણસી, અયોધ્યા અને મથુરાની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે આ ત્રણેય શહેરોને અતિ સંવેદનશીલ ગણાવતા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાનો નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ હેઠળ ધાર્મિક સ્થળો પર વધારે સીસીટીવી કેમેરા અને કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે. આની સાથે જ પોલીસ પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે, જેનો પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવ્યો છે.

યૂપી ગૃહ વિભાગના પ્રમુખ સચિવ દીપક સિંઘલ અને પોલીસ મહાનિર્દેશ એએલ બેનર્જીએ ત્રણે અતિ સંવેદનશીલ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો. રાજ્યના ગૃહ સચિવ વિશાલ ચૌહાણ અનુસાર આ એ યોજના છે જે અલગથી બનાવવામાં આવી છે, જેમાં સુરક્ષા વ્યવસ્થાને સઘન અને આધુનિક કરવામાં આવે. આ ઉપરાંત ત્રણેય ધાર્મિક સ્થળો પર સીસીટીવી કેમેરામાં વધારો કરવામાં આવશે.

ધાર્મિક સ્થળો પર હાલના સમયમાં ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે, જેમાં અર્ધ સૈનિક બળ, પીએસી અને સિવિલ પોલીસ સામેલ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિર્દેશ પર દીપક સિંઘલ અને એએલ બેનર્જી ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા. આ મુલાકાતમાં બંને અધિકારીઓએ પ્રદેશ પોલીસના આધુનિકરણ કરવા માટે ત્રણ ઘણી મોટી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

ગુપ્તચર વિભાગના અહેવાલ

ગુપ્તચર વિભાગના અહેવાલ

ગુપ્તચર વિભાગના અહેવાલ અનુસાર આતંકી ઘટનાઓના પગલે ઉત્તર પ્રદેશ સરકારે કમર કસી લીધી છે અને ખાસ પ્રકારે ત્રણ ધાર્મિક નગરો વારાણસી, અયોધ્યા અને મથુરાની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

પોલીસ પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે

પોલીસ પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે

રાજ્ય સરકારે આ ત્રણેય શહેરોને અતિ સંવેદનશીલ ગણાવતા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાનો નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ હેઠળ ધાર્મિક સ્થળો પર વધારે સીસીટીવી કેમેરા અને કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે. આની સાથે જ પોલીસ પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે, જેનો પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવ્યો છે.

યૂપી ગૃહ વિભાગના પ્રમુખ રાજનાથ સિંહને મળ્યા

યૂપી ગૃહ વિભાગના પ્રમુખ રાજનાથ સિંહને મળ્યા

યૂપી ગૃહ વિભાગના પ્રમુખ સચિવ દીપક સિંઘલ અને પોલીસ મહાનિર્દેશ એએલ બેનર્જીએ ત્રણે અતિ સંવેદનશીલ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો. રાજ્યના ગૃહ સચિવ વિશાલ ચૌહાણ અનુસાર આ એ યોજના છે જે અલગથી બનાવવામાં આવી છે, જેમાં સુરક્ષા વ્યવસ્થાને સઘન અને આધુનિક કરવામાં આવે. આ ઉપરાંત ત્રણેય ધાર્મિક સ્થળો પર સીસીટીવી કેમેરામાં વધારો કરવામાં આવશે.

1000 કરોડનો થશે ખર્ચ

1000 કરોડનો થશે ખર્ચ

અત્યાર સુધી રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પાસેથી 150 કરોડ રૂપિયા પ્રતિવર્ષ ફાળવવામાં આવતા હતા, જ્યારે આ વખતે રાજ્ય સરકારને 1000 કરોડ રૂપિયા ફાળવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આની અડધી રાશિ અનુદાનના રૂપમાં આપશે તથા અડધી રાશિ ઋણ તરીકે રાજ્ય સરકારને ફાળવશે. પ્રમુખ ગૃહ સચિવે કેન્દ્ર સરકારને વિશ્વાસ અપાવ્યો છે કે સુરક્ષા વ્યવસ્થાના આધુનિકરણ માટે રાજ્ય સરકારને મેચિંગ ગ્રાંટ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત પોલીસ વિભાગને વાહન અને સંચાર ડિવાઇસ આપવા સહિત ઘણા પ્રસ્તાવોનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X