For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA: સંપત્તિને નુકશાન પહોંચાડ્યુ તો ભરવો પડશે આટલો દંડ, યુપીમાં હાઈ એલર્ટ, ઠેર ઠેર ફ્લેગ માર્ચ

ગઈ વખતની હિંસામાં ઘણી સરકારી સંપત્તિઓને નુકશાન પહોંચાડવામાં આવ્યુ જેના કારણે આ વખતે પ્રશાસને કડક પગલા લીધા છે હવે તે ઉપદ્રવીઓ પાસેથી તગડો દંડ વસૂલશે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે થયેલી હિંસા બાદ આ વખતે યુપી સરકાર સંપૂર્ણપણે સતર્ક છે. હિંસા રોકવા માટે પોલિસની ટીમ પહેલેથી જ રસ્તા પર ફ્લેગ માર્ચ કરી રહી છે. ઠેર ઠેર પોલિસ બેરિકોટિંગ કરીને વર્તમાન સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આજે શુક્રવાર છે માટે ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનને જોતા પોલિસ જાપ્તો વધારી દેવામાં આવ્યો છે. ગઈ વખતની હિંસામાં ઘણી સરકારી સંપત્તિઓને નુકશાન પહોંચાડવામાં આવ્યુ જેના કારણે આ વખતે પ્રશાસને કડક પગલા લીધા છે હવે તે ઉપદ્રવીઓ પાસેથી તગડો દંડ વસૂલશે.

જો સંપત્તિને નુકશાન કર્યુ તો ભરવો પડશે આટલો દંડ

જો સંપત્તિને નુકશાન કર્યુ તો ભરવો પડશે આટલો દંડ

પોલિસે કહ્યુ કે જો ઉપદ્રવી પોલિસની જીપમાં આગ લગાવે તો તેમની પાસેથી દંડ સ્વરૂપે 7.50 લાખ રૂપિયા વસૂલવામાં આવશે, પ્રશાસને કહ્યુ કે જો પોલિસ મોટરસાઈકલને નુકશાન, વાયરલેસ સેટ, હૂટર લાઉડ સ્પીકર તોડે તો પ્રદર્શનકારીઓને 31,500 રૂપિયાનો દંડ ભરવો પડશે, જો પ્રદર્શન દરમિયાન પોલિસ બેરિકેડિંગ તોડ્યુ કે તેને નુકશાન કર્યુ તો તેને દંડ કરીકે 3.5 લાખ રૂપિયા ભરવા પડશે.

પોલિસ પ્રશાસન એલર્ટ

પોલિસ પ્રશાસન એલર્ટ

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદા પર ભડકેલી હિંસા બાદ યુપીના ઘણા સંવેદનશીલ જિલ્લામાં જુમ્માની નમાઝ માટે પોલિસ પ્રશાસન એલર્ટ છે. રાજ્યના 14 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા કારણોસર શુક્રવારે રાતે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે. આ દરમિયાન મુસ્લિમ ધર્મગુરુઓએ જુમ્માની નમાઝ પહેલા શાંતિની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ CAA Protest પર અમિત શાહઃ કોંગ્રેસના નેતૃત્વવાળી ટુકડે-ટુકડે ગેંગને સબક શીખવવાનો સમય આવી ગયો છેઆ પણ વાંચોઃ CAA Protest પર અમિત શાહઃ કોંગ્રેસના નેતૃત્વવાળી ટુકડે-ટુકડે ગેંગને સબક શીખવવાનો સમય આવી ગયો છે

આ જિલ્લાઓમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

આ જિલ્લાઓમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

અફવાઓ પર લગામ લગાવવાના કારણે રાજધાની લખનઉ, ગાઝિયાબાદ, મેરઠ, અલીગઠ, સહારનપુર, બુલંદશહર, બિજનૌર, મુઝફ્ફરનગર, શામલી, સંભલ, ફિરોઝાબાદ, મથુરા, આગ્રા, કાનપુર અને સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મેરઠ અને અલીગઢમાં ગુરુવારે રાતે 10 વાગ્યાથી ઈન્ટરનેટ પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો છે. વળી, વેસ્ટ યુપીના સંવેદનશીલ મુઝફ્ફરનગર જિલ્લામાં 28 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યુ છે.

English summary
Uttar Pradesh on high alert, If damage property during demonstration, you pay fine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X