For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂપીમાં માફિયાઓનો સહારો બનશે નાના દળ

|
Google Oneindia Gujarati News

up-vidhan-sabha
લખનઉ, 7 જુલાઇઃ લોકસભા ચૂંટણીમાં હજુ સમય છે પરતુ રાજકિય રીતે મહત્વપૂર્ણ ઉત્તરપ્રદેશમાં માફિયા અને બાહુબી પોતાના માટે સમીકરણ શોધવામાં લાગી ગયા છે. સંકેત તો એવા છે કે નાના રાજકિય દળ જ આ બાહુબલીઓના હથિયાર બનશે. વર્ષ 2012માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના દળ, ઇન્ડિયન જસ્ટિસ પાર્ટી, મહાન દળ, પ્રગતિશીલ માનવ સમાજ પાર્ટી, જેવા નાના દળ મુખ્તાર અંસારી, બૃજેશ સિંહ, મુન્ના બજરંગી, અતીક અહમદ, ડીપી યાદવ સહિતના અનેક બાહુબલીઓના રાજકિય સાથી બન્યા હતા.

હવે આગામી વર્ષે મેમાં નિર્ધારિત લોકસભા ચૂંટણી માટે આ માફિયાઓ અને બાહુબલીઓની નજર નાના દળો પર ટકેલી છે. એ અલગ વાત છે કે કેટલાક લોકો મોટા દળોમાં પણ પોતાની હાજરી બનાવવામાં લાગેલા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમા રાખીને અન્સારી બંધુઓની સ્થાનિક પાર્ટી કોમી એકતા દળને ભસપા અને પૂર્વાચલમાં સક્રિય કેટલાક અન્ય નાના દળોની સાથે એકતા મંચની રચના કરી. એકતા મંચના બેનર હેઠળ મુખ્તાર અંસારીને વારાણસીથી અને તેમના ભાઇ અફજાલ અન્સારી બલિયાથી લોકસભાની ચૂંટણી લડવાનું એલાન થઇ ગયું છે.

આ મંચથી જેલમાં બંધ બસપા પાર્ટીના પૂર્વવર્તી સરકારમાં મંત્રી રહેલા બાબૂ સિંહ કુશવાહ પણ ગાજીપુરથી લોકસભા ચૂંટણી લડશે. પ્રગતિશીલ માનવ સમાજ પાર્ટીની ટીકીટ પર ગત વિધાનસભા ચૂંટણીમાં ચંદોલીની સૈયદરાજા બેઠક પર બીજા સ્થાન પર માફિયા બ્રૃજેશ સિંહના એક નજીકનાએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રગતિશીલ માનવ સમાજ પાર્ટી મોર્ચાની રચના કરી છે. બૃજેશ આ જ મોરચે બેનર હેઠળ ચંદોલીથી લોકસભા ચૂંટણી લડશે. ટૂંક સમયમાં આધિકારિક એલાન કરવામાં આવશે.

બાહુબલી અતીક અહમદે ગત વિધાનસભા ચૂંટણી અપના દળની ટીકીટ પર પ્રતાપગઢથી લડી હતી. અપના દળે તેમને ફરીથી લોકસભાની ટીકીટ આપવાની જાહેરાત કરી છે. અતીક પોતાના માટે જીતેલી લોકસભા બેઠકની શોધમાં છે. બીજી તરફ પશ્ચિમી ઉત્તર પ્રદેશ માફિયા ડીપી યાદવે પણ પોતાના માટે સમીકરણની શોધમાં છે. વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની સખ્તીથી સપામાં પ્રવેશથી વંચિત રહ્યા બાદ તેમણે બદાયૂંના સહસવાનથી પોતાની પાર્ટીથી ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા. લોકસભા ચૂંટણીમાં કોઇ વાત નહીં બનતા રાષ્ટ્રીય પરિવર્તન દળ જ તેમનો સહારો હશે.

બાહુબલીઓ દ્વારા નાના દળોને ચૂંટણીમાં પોતાના હથિયાર બનાવવાના પ્રશ્નો અંગે અપના દળની રાષ્ટ્રીય મહાસચિવ અને વિધાયક અનુપ્રિયા પટેલ કહે છે કે આ એક સત્ય છે કે ચૂંટણીમાં રાજકિય દળ અને બાહુબલી, બન્ને એક બીજાનો ઉપયોગ કરે છે. બીજી તરફ ભસપાએ રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર કહે છે કે, સપા, બસપા, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, કોઇ રાજકિયદળ એવા નથી, જેમણે બાહુબલીઓને શરણ ના આપી હોય. તેઓ કહે છે કે, અંસારી બંધુઓ સાથે સમજૂતિ બાદ તેમના વિસ્તારમાં અમારી પાર્ટીના વોટ વધ્યા છે અને તેમને અમારો લાભ મળ્યો છે. આ તો અમારી બરાબર ભાગીદારી છે.

English summary
Small political parties of Uttar Pradesh will play a big role in upcoming elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X