For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચમોલીઃ ભૂસ્ખલનમાં ફસાયેલા 200 લોકો રેસ્ક્યૂ કરાયા, આજે પણ ભારે વરસાદના અણસાર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભૂસ્ખનલને કારણે ગામના 200 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને આજે એસડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભૂસ્ખનલને કારણે ગામના 200 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને આજે એસડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ તમામ લોકો રૈની ગામ પાસે ફસાઈ ગયા હતા પરંતુ એસડીઆરએફની ટીમે સૂચના મળ્યા બાદ તરત જ ત્યાં પહોંચી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. ભૂસ્ખલન બાદથી ઉત્તરાખંડ-ચંપાવત હાઈવે જામ થઈ ગયો છે માટે રૂટ ડાયવર્ઝનના નિર્દેશ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ત્યાં સતત ભૂસ્ખલનના સમાચાર સામે આવી રહ્યા છે.

રાષ્ટ્રીય રાજ્યમાર્ગ-58 કેટલક કલાકો સુધી બંધ રહ્યો

રાષ્ટ્રીય રાજ્યમાર્ગ-58 કેટલક કલાકો સુધી બંધ રહ્યો

બે દિવસ પહહેલાં જ તોતા ઘાટીમાં ભૂસ્ખલન થયું હતું, જેને પગલે ઋષિકેસથી શ્રીનગર જતો રાષ્ટ્રીય રાજ્યમાર્ગ-58 કેટલાક કલાકો સુધી બંધ રહ્યો હતો, જેને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે આજે પણ ઉત્તરાખંડના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ કહ્યું કે 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદના અણસાર છે.

ભૂસ્ખલનનો ખતરો

ભૂસ્ખલનનો ખતરો

ભારતના કેટલાય ભાગ એવા છે જ્યાં ભૂસ્ખલનનો હંમેશા ખતરો બની રહે છે. આ એક પ્રાકૃતિક પરિવર્તન છે, જે ગમે ત્યારે થઈ શકે છે. લેન્ડે સ્લાઈડ જેવી કુદરતી આફતોને રોકી ના શકાય પરંતુ અમુક સાવધાનીઓ સાથે આપણે આવી આફતોથી ખુદને બચાવી શકીએ છીએ અને આપણું નુકસાન ઘટાડી શકીએ છીએ.

આ વાતોનું ધ્યાન રાખો

આ વાતોનું ધ્યાન રાખો

  • ભૂસ્ખલન સમયે ઢાળ વાળી ઘાટીઓ પર વધુ સમય ના વિતાવો.
  • જે વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે, ત્યાં નિર્માણ કાર્ય બિલકુલ ના કરો.
  • વરસાદ દરમિયાન આવા સ્થલોએ જવાનું ટાળો.
  • ભૂસ્ખલન દરમિયાન વીજળીના ઉપકરણોને હાથ ના લગાવો.
  • ઊભી ઢાળની આસપાસ મકાન ના બાંધો.
  • જો તમને ઝાડ અથવા પહાડ ટૂટવાનો અથવા તો ઢસવાનો અવાજ સંભળાય તો તરત જ જિલ્લા પ્રશાસનને સૂચિત કરો.
  • જો તમે ભૂસ્ખલન વચ્ચે ફસાઈ ગયા હોય તો જલદી જ સુરક્ષિત સ્થળે જવાનો પ્રયત્ન કરો.

આ પણ જાણો

આ પણ જાણો

  • નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સિવિલ ડિફેન્સ જે એક પોલીસ ફોર્સ છે જેનું નિર્માણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત થયું છે. આ ફોર્સનું કામ આપાતકાલિન અથવા તો સંકટ સમયે અથવા આફત સમયે લોકોનું ધ્યાન રાખવાનું છે.
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી રાજ્ય સરકારની હોય છે.
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ભારત સરકાર તમામ રાજ્ય એકમો પર નજર રાખે છે.

English summary
Uttarakhand: 200 people rescued in Chamoli after trapped in landslide, Heavy rain expected today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X