For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઈવે બંધ, યાત્રીઓ પરેશાન

ભારે વરસાદના કારણે ચમોલીના લામબગડમાં રસ્તા પર કાટમાળ આવવાથી હાઈવે બંધ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

ભારે વરસાદના કારણે ચમોલીના લામબગડમાં રસ્તા પર કાટમાળ આવવાથી હાઈવે બંધ થઈ ગયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ મુસાફરોને બદ્રીનાથ, પાંડુકેશ્વર, ગોવિંદઘાટ તેમજ જોશીમઠમાં યાત્રા પડાવોમાં રોકવામાં આવ્યા છે. રસ્તો બંધ હોવાના કારણે બદ્રીનાથમાં 12 યાત્રીઓ રોકાઈ ગયા છે. જ્યારે બદ્રીનાથ જતા 200 યાત્રી રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યા છે. એસડીએન જોશીમઠ અનિલ કુમાર ચન્યાલે જણાવ્યુ કે સતત થઈ રહેલા વરસાદના કારણે હાઈવો ખોલવાનું કામ શરૂ નથી થઈ રહ્યુ.

Badrinath

પ્રશાસનનું કહેવુ છે કે શનિવારે હવામાન સામાન્ય હોવા પર હાઈવે પરથી કાટમાળ હટાવવાનું કામ શરૂ થશે ત્યારે યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. યાત્રીઓની સુરક્ષાને જોતા ભીમબલી અને લિનચોલીના મધ્ય સ્લાઈડિંગ ઝોન પાસે એસડીઆરએફ અને પોલિસનો કેમ્પ લગાવી દેવામાં આવ્યો છે. ડ્રોન સાથે જ એક પ્રશિક્ષિત કર્મચારી પણ આ દળ સાથે તૈનાત કરવામાં આવ્યો છે.

આ દળ ચોવીસે કલાક ભૂસ્ખલનના સંભવિત ખતરા પર નજર બનાવી રાખશે. ભૂસ્ખલના કારણે અહીં પગાપાળા માર્ગની પહોળાઈ સાડા ત્રણ મીટરથી ઘટીને હવે એક મીટર રહી ગઈ છે. પહાડો પરથી પડેલ પત્થરોના કારણે અહીં બાકીનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અહીં પગપાળા રસ્તાની બરાબર નીચે બસ્સો મીટર ઉંડી ખીણ છે.

આ રસ્તે યાત્ર શરૂ કરતા પહેલા ગુરુવારે કેદારનાથી પાછા આવતા વિવિધ પડાવો પર રોકવામાં આવેલ તીર્થ યાત્રીઓને સુરક્ષિત ગૌરીકુંડ પહોંચાડવામાં આવ્યા. કેદારનાથ પગપાળા ટ્રેક પર ભીમબલી અને લિનચોલી વચ્ચે ગુરુવારે બપોરના સમયે પહાડ સાથે પત્થર પડવા સાથે ભૂસ્ખલન થયુ હતુ જેની ચપેટમાં એક ઘોડા સંચાલક અને 16 તીર્થયાત્રી આવ્યા હતા. ઘોડા અને તેના સંચાલકનું સ્થળ પર જ મોત થઈ ગયુ જ્યારે 16 તીર્થયાત્રીઓ ઘાયલ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ બજારમાં સામાનની જેમ ધારાસભ્યોને ખરીદી રહ્યુ છે ભાજપઃ દિગ્વિજય સિંહઆ પણ વાંચોઃ બજારમાં સામાનની જેમ ધારાસભ્યોને ખરીદી રહ્યુ છે ભાજપઃ દિગ્વિજય સિંહ

English summary
Uttarakhand: Badrinath Highway has been shut after debris and boulders blocked road in Lambagad area following heavy rains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X