For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown વચ્ચે સંપૂર્ણ વિધિ વિધાન સાથે કેદારનાથના કપાટ ખુલ્યા, જાણો ખાસ વાતો

Lockdown વચ્ચે સંપૂર્ણ વિધિ વિધાન સાથે કેદારનાથના કપાટ ખુલ્યા, જાણો ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

દેહરાદૂનઃ આજે (29 એપ્રિલે) સંપૂર્ણ વિધિ વિધાન અને પૂજા અર્ચના બાદ વિશ્વ પ્રસિદ્ધ ભગવાન કેદારનાથ ધામના કપાટ ખોલી મૂકવામાં આવ્યા છે પરંતુ લોકડાઉનને પગલે કપાટ ખુલતાં દર વખતે જોવા મળતી ભક્તોની ભીડ અહીં જોવા મળી નથી, કેદારનાથ ધામના મુખ્ય પુજારી શિવ શંકર લિંગની હાજરીમાં મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા.

kedarnath

તેમની સાતે દેવસ્થાનમ બોર્ડના પ્રતિનિધિ તરીકે બીડી સિંહ સહિત 20 કર્મચારી અહીં પહોંચ્યા હતા, આ ઉપરાંત પોલીસ અને પ્રશાસનના 15 લોકો અહીં હાજર રહ્યા. આ વખતે મંદિરને ફૂલોને બદલે લાઈટ સીરિંઝથી સાજવવામાં આવ્યું છે અને લૉકડાઉનને પગલે ભક્તોને મંદિર તરફ આવવાની મનાઈ છે.

કેદારનાથ ધામની કેટલીક ખાસ વાતો

  • 8મી શતાબ્દીના ભગવાન શિવનું આ મંદિર સમુદ્ર તટથી 3581 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.
  • આ મંદિર હિમપાતના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંદ થઈ જાય છે અને એપ્રિલ-મે મહિનામાં બીજીવાર ખોલવામાં આવે છે.
  • મંદાકિની નદીના શીર્ષ પર શોભાયમાન ગઢવાલ હિમાલય વચ્ચે આ મંદિર સ્થિત છે.
  • દેશના 12 જ્યોતિર્લિંગોમાં સામેલ કેદારનાથ ધામની પ્રસિદ્ધિ 5મા જ્યોતિર્લિંગના રૂપમાં છે. અહીંના શિવલિંગને સ્વયંભૂ માનવામાં આવે છે.
  • પથ્થરોથી બનેલ કોતરણી શૈલીથી બનેલ આ મંદિરમાં કહેવામાં આવે છે કે આનો નિર્માણ પાંડવ વંશના જનમેજયે કરાવ્યો હતો.
  • આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કેદારનાથના સંબંધમાં લખ્યું કે જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે, તેની યાત્રા નિષ્ફળ થાય છે.
  • કેદારનાથ સહિત નર-નારાયણ મૂર્તિના દર્શનના ફળળ સમસ્ત પાપોના નાશ પૂર્વક જીવન મુક્તિની પ્રાપ્તિ ગણાવવામાં આવી છે.
  • આ મંદિરની આયુ વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી, પરંતુ એક હજાર વર્ષોથી કેદારનાથ એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ રહ્યું છે.

Big Boss વિજેતાએ છત પર કર્યાં લગ્ન, પૈસા બચાવી પીએમ કેર ફંડમાં દાન કર્યુંઃ VideoBig Boss વિજેતાએ છત પર કર્યાં લગ્ન, પૈસા બચાવી પીએમ કેર ફંડમાં દાન કર્યુંઃ Video

English summary
Uttarakhand: Portals of the Kedarnath temple were opened at 6:10 am today. 'Darshan' for the devotees is not allowed at the temple as of now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X