Uttarakhand Tunnel Rescue : જાણો કોણ છે રેટ હોલ માઈનર્સ? કેવી રીતે મજુરોને બચાવી રહ્યા છે?
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજુરોને બહાર લાગવા માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. હવે આની જવાબદારી રેટ માઈનર્સને સોંપાઈ છે.
ટનલ દુર્ઘટનાને અડધા મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હજુ પણ 41 મજુરોના બહાર આવવાની રાહ જોવાઈ રહી છે. અહેવાલો અનુસાર, હવે જલ્દી મજુરો બહાર આવી શકે છે.

વારંવાર ખોદકામ રોકાયા બાદ હવે સરકારે રેટ હોલ માઈનર્સની મદદ લીધી છે. રેટ હોલ માઇનર્સ આવી પરિસ્થિતિમાં અન્ય કોઈપણ ટીમ કરતાં વધુ સારી રીતે કામ કરે છે. આ જ કારણ છે કે અભિયાન તેજ થયુ છે.
રેટ હોલ માઇનિંગ શું છે?
રેટ હોલ માઇનિંગ એક ખાસ પ્રક્રિયા છે, જેનો ઉપયોગ અગાઉ ઉત્તર-પૂર્વ ભારતના આદિવાસી લોકો કરતા. આ ટેક્નોલોજીનો ઉપયોગ મેઘાલય અથવા ભારતના અન્ય ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં નાની ખાણોમાંથી ખનિજો કાઢવા માટે કરવામાં આવ્યો છે. આ સાથે આ ટેક્નોલોજીનો ઉપયોગ ક્યારેક સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પણ કરવામાં આવે છે.
રેટ હોલ માઈનિંગ કેવી રીતે કરવામાં આવે છે?
રેટ હોલ માઈનિંગ માટે કોઈ મોટા મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી તેના બદલે રેટ હોલ માઈનર્સ આ માટે હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરે છે. તે ધીમે ધીમે એક પાતળી ટનલ ખોદીને કાટમાળ બહાર કાઢે છે. આ ઉંદરોની જેમ જ કામ કરે છે.
રૅટ હોલ માઇનર્સ ભારતના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો છે, જે નાની ટનલની મદદથી ખાણની અંદરથી ખનીજ બહાર કાઢે છે. આ સમુદાયના લોકો ખાસ કરીને મેઘાલય, જોવાઈ અને ચેરાપુંજીમાં રહે છે અને પાતળા હોય છે, જેથી તેઓ સરળતાથી સાંકડી ટનલમાં પ્રવેશી શકે. આજે તેમની મદદથી ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
