Uttarkashi Tunnel Rescue : વિદેશી મશીનો ફેલ થયા ત્યારે કામ આવી પ્રતિબંધિત દેશી તકનીક, શું છે રેટ હોલ માઈનિંગ?

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા મજૂરોને સલામત બહાર કાઢી દેવાયા છે. ટનલ નિર્માણ દરમિયાન અકસ્માતને કારણે 41 મજૂરો ફસાયા હતા.

12 નવેમ્બરે થયેલા અકસ્માત બાદ કામદારોને બચાવવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા તેમની સાથે વાત સંપર્ક કરાયો અને પછી અમેરિકન ઓર્ગન મશીનથી ખોદકામ કરીને કામદારોને બચાવવાની યોજના બનાવાઈ. જો કે તેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

Uttarkashi Tunnel Rescue

ટનલ નિર્માણ દરમિયાન જ્યાં કામદારો ફસાયા હતા તે અંતર 60 મીટર હતું. આ સ્થિતિમાં ઓર્ગન મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લી ક્ષણે મશીન 48 મીટરની નજીક ફસાયુ, જેને કાપીને દૂર કરવામાં આવ્યું હતું.

વિદેશી મશીન ફસાઈ ગયા બાદ રેસ્ક્યુ ટીમે રેટ હોલ માઈનિંગનો આશરો લીધો. જેમાં ટીમોએ જ્યાંથી ઓર્ગન મશીન છોડી દીધું હતું ત્યાંથી મેન્યુઅલી ડ્રિલિંગ કરવાનું કામ શરૂ કર્યું અને કામદારો સુધી પહોંચ્યા.

મશીન તૂટી ગયા પછી તેના ભાગોને પહેલા કાપવામાં આવ્યા અને જગ્યા ખાલી કરવામાં આવી. આ પછી રેટ માઈનર્સે જાતે ખોદકામ શરૂ કર્યું. આ કામ માટે બે ટીમો કામે લાગી હતી.

ટનલમાં કામદારોને બચાવવા મેન્યુઅલ ટેક્નિકનો ઉપયોગ કરીને આડું ખોદકામ કરાઈ રહ્યું હતું. આમાં સુરંગ બનાવવાની વિશેષ કુશળતા ધરાવતા લોકોની પસંદગી કરવામાં આવી. આને રૅટ હોલ માઇનર ટેકનિક કહેવામાં આવે છે. કોલસો કાઢવા માટે રેટ-હોલ માઇનિંગ કરવામાં આવે છે. આમાં સેંકડો ફૂટ નીચે ઉતરીને આડી ટનલ ખોદે છે. જો કે, તે ખૂબ જ જીવલેણ બની શકે છે.

જણાવી દઈએ કે આ પદ્ધતિનો ઉપયોગ ખાસ કરીને મેઘાલયમાં કોલસો કાઢવા માટે કરવામાં આવે છે પરંતુ 2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ ટેક્નોલોજી 41 લોકોના જીવ બચાવવામાં સૌથી સફળ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X