For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂપીના ભદોહીમાં મોટી દૂર્ઘટનાઃ દુર્ગાપૂજા પંડાલમાં આગ લાગવાથી 3 બાળકો અને 2 મહિલાના મોત, 64થી વધુ દાઝ્યા

ઉત્તરપ્રદેશના ભદોહીમાં રવિવારે સાંજે એક દુર્ગાપૂજા પંડાલમાં આગ લાગવાથી 64થી વધુ લોકો દાઝી ગયા અને 5 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

ભદોહીઃ ઉત્તરપ્રદેશના ભદોહીમાં રવિવારે સાંજે એક દુર્ગાપૂજા પંડાલમાં આગ લાગવાથી 64થી વધુ લોકો દાઝી ગયા અને 5 લોકોના મોત થયા છે. દાઝી ગયેલા લોકોમાં બાળકો અને મહિલાઓ વધુ છે. ભદોહી ડીએમ ગૌરાંગ રાઠીએ કહ્યુ કે દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાની દૂર્ઘટનામાં મરનારની સંખ્યા 5 થઈ ગઈ છે. જેમાં 3 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.

fire

ભદોહીના ડીએમ ગૌરાંગ રાઠીએ કહ્યુ કે પંડાલમાં જ્યારે આગ લાગી ત્યારે દુર્ગા પૂજા આરતી દરમિયાન લગભગ 150 લોકો ત્યાં હાજર હતા. 52 લોકો અલગ-અલગ હૉસ્પિટલમાં ભરતી છે. ટ્રૉમા સેન્ટરમાં એડમિટ લોકો 30-40 ટકા દાઝી ગયા છે. ઘટના સમયે આરતી થઈ રહી હતી. આ દરમિયાન શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. યુપીના ભદોહી જિલ્લાના ઔરાઈ વિસ્તારમાં નરથુઆમાં રવિવારે મોડી સાંજે એક દુર્ગા પૂજા પંડાલમાં આરતી ચાલી રહી હતી. પંડાલમાં ડિજિટલ શો પણ ચાલી રહ્યો હતો. આ દરમિયાન શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. આગના કારણે અફડા-તફડી મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. ભીડ વધુ થવાના કારણે લોકો જ્યાં સુધી બહાર નીકળે ત્યાં સુધીમાં તો આગની જ્વાળામાં લપેટાઈ ગયા.

આગની જ્વાળાઓ એટલી તેજ હતી કે જોત-જોતામાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. સૂચના મળવા પર ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળો પહોંચી પરંતુ ત્યાં સુધી પંડાલ બળીને ખાખ થઈ ચૂક્યો હતો. સૂચના મળતા ડીએમ-એસપી સહિત મોટી સંખંયામાં અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ. દાઝી ગયેલા બાળકો અને મહિલાઓને સીએચસી સહિત ઘણી ખાનગી હૉસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા. આમાંથી 33ને બીએચયુ રિફર કરવામાં આવ્યા છે.

ઘટના સ્થળે પહોંચેલા ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યુ કે પંડાલમાં લાગેલી આગમાં 64થી વધુ લોકો દાઝી ગયા છે. આમાં એક 12 વર્ષીય બાળકનુ મોત થયુ છે. 33 લોકોને વારાણસી રિફર કરવામાં આવ્યા છે. આમાંથી 25ને બીએચયુમાં ભરતી કરવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો અને ત્યાંની બધી વસ્તુઓ બળી ગઈ. યુપીના સીએમ યોગી આદિત્યનાથે જનપદ ભદોહીના ઔરાઈમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાની ઘટનાનુ જાણવાજોગ લીધુ છે. મુખ્યમંત્રીએ ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડીને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તેમના ઈલાજ માટે નિર્દેશ આપ્યા છે.

English summary
Uttarpradesh: Massive fire broke out in Durgapuja pandal in Bhadohi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X