ડીએસપી હત્યાકાંડમાં મુખ્ય આરોપીએ કર્યું સરેન્ડર

હત્યાકાંડના મુખ્ય આરોપી કામતા પાલે કૂંડા સ્થિત સીબીઆઇના શિબિર કાર્યાલયમાં શનિવારે બપોરે લગભગ 12 વાગે આત્મસમર્પણ કરી લીધું. સીબીઆઇ કામતાની પૂછપરછ કરી રહી છે.
સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર કામતા પાસે આખા ઘટનાક્રમ અને તેમાં સામેલ લોકો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. કૂંડાના બલીપૂર ગામમાં પોલીસ અધિકારી જિયાઉલ હક સહિત ગ્રામ પ્રધાન નન્હે યાદવ અને તેના નાના ભાઇની પણ હત્યા કરી દેવામાં આવી હતી.
આ હત્યાકાંડમાં પ્રતાપગઢના બાહુબલી નેતા અને પૂર્વ મંત્રી રાજા ભૈયાનું નામ આવવા પર તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું. સીબીઆઇએ રાજા ભૈયાની સામે પણ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
