For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત પોસ્ટ બાદ વાઢેરાએ FB એકાઉન્ટ બંધ કર્યું

By Super
|
Google Oneindia Gujarati News

Vadra
નવીદિલ્હી, 08 ઑક્ટોબરઃ ડીએલએફ સાથેના સંબંધોને લઇને આરોપોમાં ઘેરાયેલા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાએ વિવાદિત કોમેન્ટ પર પ્રશ્નો ઉઠ્યા બાદ પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું છે.

ફેસબુક પર તેમણે એક સ્ટેટ્સ અપડેટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, મેંગો પીપલ અન બનાના રિપબ્લિક!! આમ જનતા!! પોતાના આમ જનતા ગણાવીને વાઢેરા દેશને 'બનાના રિપબ્લિક' કહી રહ્યાં છે.

'બનાના રિપબ્લિક' લેટિન અમેરિકાના એ દેશોમાં પ્રચલિત મુહાવરો છે, જ્યાં ભ્રષ્ટાચાર, માફિયારાજ અને રાજકીય અવ્યવસ્થાની બોલબાલા હોય છે. વાઢેરાએ પોતાનું એકાઉન્ટ બંધ કરતા પહેલા કોમેન્ટ લખી હતી કે, હું જે કંઇપણ લખું છું તે સમાચાર બની જાય છે. લોકોને મજાક સમજાતો નથી. તેમણે રાત્રે 12 વાગ્યે પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

રોબર્ટ વાઢેરાએ કહ્યું," એવું લાગે છે કે મારા ફેસબુક એકાઉન્ટમાં એવા મિત્રો છે, જેમને મજાક સમજાતી નથી. હું જે લખું છું તે સમાચાર બની જાય છે અને તેના પર ટીવી પર ચર્ચા ચાલે છે. મેં મારું એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને નવું એકાઉન્ટ શરૂ કરીશ જેમાં સમજદાર મિત્રો હશે."

બીજી તરફ આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસે વાઢેરાના આ નિવેદનનો વિરોધ કર્યો છે અને પૂછ્યું છે કે જો તેએ ભારતને બનાના રિપબ્લિક કહી રહ્યાં છે તો પછી આ દેશને રિપબ્લિક બનાવવા માટે જવાબદાર કોણ છે? આઇએસીના કાર્યકર્તાઓએ માગણી કરી છે કે વાઢેરા માફી માંગે.

English summary
Sonia gandhi's son in law Robert Vadra has closed his Facebook account after his one post created controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X