વાઢેરાની ક્લીન ચિટના મુદ્દે ખેમકાને શક

આ મુદ્દે અશોક ખેમકાએ કેટલાક વાંધા ઉઠાવ્યા હતા. અશોક ખેમકાએ કહ્યું છે કે રિપોર્ટ સંપૂર્ણ રીતે સાચો નથી. બળજબરી પૂર્વક વાઢેરાને બચાવવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ખેમકા તે જ અધિકારી છે જેમને વાઢેરાની વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યાં છે. તપાસના આદેશ બાદ તાત્કાલિક તેમની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ અશોક ખેમકાએ કહ્યું હતું કે વાઢેરાની વિરૂદ્ધ પગલાં ભરવાના કારણે સજા મળી છે.
ઉલ્લેખનીય છે કે અશોક ખેમકાને શક છે કે વર્ષ 2005માં વાઢેરાએ હરિયાણામાં જમીન ખરીદી છે તેની સ્ટેમ્પ ડ્યૂટી ભરી નથી. તેમને ડીએલએફ અને હરિયાણા સરકાર વચ્ચેની ડીલમાં કમીશન ખાધું છે.












Click it and Unblock the Notifications
