વૈષ્ણોદેવી સ્પેશ્યલ ટ્રેન જુલાઇમાં શરૂ થશે

ઉધમપુરથી કાત્રા સુધી બની રહેલા રેલમાર્ગનું કામ પૂરું થવા જઇ રહ્યું છે. આ રેલમાર્ગ 25 કિલોમીટર સુધીની લંબાઇ ધરાવે છે. થોડા દિવસોમાં જ રેલવે વિભાગ આ રેલમાર્ગને રેલવે કમિશનરને સોંપશે, જે તેના પર ટ્રેનો દોડાવી તેની સુરક્ષા અને ખામી વગેરેની ચકાણી કરશે, આ સંપૂર્ણ કાર્ય જુલાઈ માસમાં પૂરું થવાની શક્યતા છે, જો જુલાઈ માસ સુધીમાં આ કાર્ય પૂરું થશે તો ટ્રેનોનું આવાગમન પણ હવે વૈષ્ણોદેવી સુધી શક્ય થઇ જશે.
આ રૂટ પર લોકલ તેમજ એક્સ્પ્રેસ ટ્રેનો પણ દોડશે, જેમાં એક્સ્પ્રેસ ટ્રેનો જેવી કે નવી દિલ્હીથી ઉધમપુર સંપર્ક ક્રાંતિ, જમ્મુ મેઇલ, ચંડીગઢ કાત્રા એક્સ્પ્રેસ, દિલ્હી સુરાઇ રોહિલ્લા ઉધમપુર એક્સ્પ્રેસ, અમદાવાદ ઉધમપુર એક્સ્પ્રેસ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. સાથે સાથે કેટલીક લોકલ ટ્રેનો ઉધમપુરથી કત્રા સુધી દોડાવવામાં આવશે, આ એ રૂટ છે જેનો વૈષ્ણોદેવી સુધી જવા માટે યાત્રિકો ઉપયોગ કરે છે, હવે ટ્રેનોની સુવિધાથી યાત્રિકોને મોટી રાહત થશે.












Click it and Unblock the Notifications
