For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણ્યતિથિ વિશેષ : એક વોટના બળે બન્યાં ‘સરદાર’

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 ડિસેમ્બર : આજે કોઈ ખાસ દિવસ છે. યાદ છે આપને? ભુલી ગયાને. ગુજરાતમાં આજકાલ ચુંટણીનું રાજકારણ ગરમાગરમ છે અને નેતાઓ તેમનું નામ અવાર-નવારને સવાર-સાંજ ઉછાળી રહ્યાં છે. આજે સવારે આપણાં રાહુલ ગાંધીએ પણ મોડે-મોડે પણ તેમના નામનો ઉચ્ચાર કર્યો છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ લોખંડી પુરુષ સરદાર પટેલની કે જેમની આજે પુણ્યતિથિ છે. ચુંટણીની આ મોસમમાં સરદાર પટેલની પુણ્યતિથિ આવતાં અનાયાસે જ તેમની સરદાર બન્યા પહેલાની સરદારી યાદ આવી જાય છે. માત્ર એક વોટના બળે વલ્લભભાઈ પટેલે ચુંટણી જીતી પોતાની જાતને સરદારની ઉપાધિ મળ્યા પહેલાં સરદાર સાબિત કર્યા હતાં.

Sardar Patel

ઇતિહાસવિદ્ પ્રો. રિઝવાન કાદરીના જણાવ્યાં મુજબ વલ્લભભાઈ પટેલ સરદારની ઉપાધિ મળ્યા પહેલાં પણ સરદાર કરતાં ઓછા નહોતાં. તેમણે પોતાનું જાહેરજીવન અમદાવાદથી શરૂ કર્યુ હતું. એમ તો સામાન્ય રીતે મત નહીં આપવા જતો કોઈ પણ મતદાર બેફિક્રી સાથે કહી દે છે કે મારા એક મતથી શું થશે? પરંતુ આ જ એક મતના બળે જ વલ્લભાઈ પટેલે એક વાર નહીં, બબ્બે વાર પોતાની જાતને સરદાર સાબિત કર્યા હતાં. પટેલે પોતાની પ્રથમ ચુંટણી અમદાવાદ નગર પાલિકાના દરિયાપુર વૉર્ડમાંથી લડી હતી. આ પેટા ચુંટણી હતી કે જેના માટે 5મી જાન્યુઆરી, 1917ના રોજ મતદાન યોજાયુ હતું. આ પેટા ચુંટણીમાં વલ્લભભાઈ પટેલે બૅરિસ્ટર મોહિયુદ્દીન નરમાવાળાને માત્ર એક મતથી પરાજિત કર્યા હતાં. એ વાત અલગ છે કે અદાલતે 26મી માર્ચ, 1917ના રોજ આ પેટા ચુંટણીનું પરિણામ રદ્દ કરી નાંખ્યુ હતું. બીજી વાર થયેલ ચુંટણીમાં વલ્લભભાઈ બિનહરીફ ચુંટાઈ આવ્યા હતાં.

પોતાના મતે પ્રતિસ્પર્ધીને જિતાડ્યાં
વલ્લભભાઈ પટેલે અમદાવાદ નગર પાલિકાના કૉર્પોરેટર તરીકે 5મી જાન્યુઆરી, 1917થી 14મી જુલાઈ, 1929 સુધી સેવાઓ આપી હતી. તેઓએ અમદાવાદ નગર પાલિકાના પ્રમુખ તરીકે 9મી ફેબ્રુઆરી, 1924થી 18મી ઑક્ટોબર, 1927 સુધી અને 22મી ઑક્ટોબર, 1927થી 13મી એપ્રિલ, 1928 સુધી સેવાઓ આપી. પ્રમુખ તરીકે પણ વલ્લભાઈ પટેલે ફરી એક વાર એક મત એટલે કે કાસ્ટિંગ મતનો ઉપયોગ પાતના માટે ન કર્યો. 1લી નવેમ્બર, 1926ના રોજ સ્ટૅન્ડિંગ સમિતિના પ્રમુખની ચુંટણી માટે મતદાન થયું. આ હોદ્દા માટે પટેલ પણ ઉમેદવાર હતાં. મતદાનમાં પટેલ અને તેમના પ્રતિસ્પર્ધી બંનેને સરખાં મત મળ્યાં. પટેલ ઇચ્છત, તો પોતાનું કાસ્ટિંગ મત પોતાને આપી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યુ નહીં અને પોતાનું મત પ્રતિસ્પર્ધીને આપી જિતાડી દીધાં. પટેલે અમદાવાદ શહેરને ઘણું બધું આપ્યુ હતું, જો એક સરદાર જ આપી શકે છે.

જ્યારે અમદાવાદે દેશને સોંપ્યા સરદાર
13મી એપ્રિલ, 1928. કદાચ આપણા ઇતિહાસમાં આ તારીખ કોઈ યાદગાર પ્રસંગ માટે યાદ ન કરાતી હોય, પરંતુ અમદાવાદના દૃષ્ટિકોણથી આ તારીખ કોઈ ઐતિહાસિક દિવસથી ઓછો નથી. આ એ જ તારીખ છે કે જ્યારે બાર દરવાજા ધરવતાં અમદાવાદ શહેરે દેશને સરદાર સોંપ્યા હતાં. જોકે આ શહેરને એ વખતે અહેસાસ સુદ્ધા નહોતો કે તેનો પ્રથમ નાગરિક વલ્લભભાઈ પટેલ અહીંથી નિકળી દેશનો સરદાર બની જશે. આ પ્રસંગને યાદ કરીને કહી શકાય કે જો વલ્લભભાઈ પટેલ અમદાવાદથી વિદાય ન લેત, તો સરદાર ન બની શક્યા હોત.

વલ્લભભાઈ પટેલે 13મી એપ્રિલ, 1928ના રોજ અમદાવાદ નગર પાલિકાના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ હતું અને બારડોલી માટે રવાના થયા હતાં. બારડોલી સત્યાગ્રહને પટેલે જે નેતૃત્વ પુરૂ પાડ્યું, તેનાથી અંગ્રેજ સરકાર હચમચી ઉઠી. બારડોલીના ખેડૂતોએ પોતાની જીતનો શ્રેય પોતાના સરદારને આપ્યો અને અહીંથી જ વલ્લભભાઈ પટેલને મળ્યું સરદારનું બિરૂદ. આપણાં ઇતિહાસકારોએ મોટાભાગની શોધ સરદાર પટેલ ઉપર કરી છે, પરંતુ એક સામાન્ય વ્યક્તિ એટલે કે વલ્લભભાઈ પટેલ તરીકે તેમના ફાળાની નોંધ લેવાઈ નથી. એટલે જ 13મી એપ્રિલ, 1928નો એ દિવસ ઐતિહાસિક દિવસ તરીકે યાદ નથી કરાતો. વિચારણીય પ્રશ્ન એ જ છે કે જો પટેલ અમદાવાદ નગર પાલિકાનું પ્રમુખ પદ ન છોડત, તો કદાચ તેઓ સરદાર ન બની શક્યા હોત.

English summary
Vallabhbhai Patel proved him as Sardar by support of one vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X