For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંદે ભારત મિશનનો છઠ્ઠો ફેઝ 1 સપ્ટેમ્બરથી શરૂ, જાણો ફ્લાઈટ સમય સહિત બધુ

વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. 1 સપ્ટેમ્બર, 2020થી છઠ્ઠા તબક્કની શરૂઆત થઈ જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ(કોવિડ-19) લૉકડાઉન બાદથી ભારત સરકારે વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી. આ મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવામાં આવી રહ્યા છે. અત્યારે વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. 1 સપ્ટેમ્બર, 2020થી છઠ્ઠા તબક્કાની શરૂઆત થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ છઠ્ઠા તબક્કા હેઠળ સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાની 31 ઉડાનો નિશ્ચિત થઈ ગઈ છે. આમાં કેનેડાના ટોરેન્ટો શહેરથી 17 અને વેનકુંવરથી 13 ફ્લાઈટ ઉડાન ભરશે. વળી, ચીનના શાંઘાઈ શહેરથી એક ફ્લાઈટ ઉડાન ભરશે. આ બધી ઉડાનો રાષ્ટ્રીય રાજધાની દિલ્લી આવશે.

flight

વંદે ભારત મિશનના છઠ્ઠા તબક્કા હેઠળ ફ્લાઈટ કઈ તારીખે, કયા સ્ટેશનેથી, કેટલા વાગે ઉડાન ભરશે, સાથે જ દિલ્લીાં કેટલા વાગે ઉતરશે, આ બધી માહિતી નીચે આપેલ લિંકમાં આપવામાં આવી છે. આ બધા સવાલોના જવાબ તમને આ લિંક પર ક્લિક કરતા જ મળી જશે. આ સાથે જ ફ્લાઈટને બુક પણ કરાવી શકશો.

આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પૂરીએ માહિતી આપી હતી કે વંદે ભારત મિશન શરૂ થવાથી લઈને ચોથા તબક્કા સુધી વિદેશોમાં ફસાયેલા 814,000થી વધુ લોકોને પાછા લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે આમાંથી 270,000થી વધુ લોકોને 53 દેશોમાંથી લાવવામાં આવ્યા છે. વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો 1 ઓગસ્ટથી શરૂ થયો હતો અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ 1 સપ્ટેમ્બરથી છઠ્ઠા તબક્કાની શરૂઆત થશે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.

વંદે ભારત મિશન હેઠળ પોતાની ફ્લાઈટ બુક કરાવવા માટે આ લિંક પર ક્લિક કરો

સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ બૉડિગાર્ડે કર્યો મોટો ખુલાસો, કહ્યુ - આ કારણથી તે ન કરી શકે સુસાઈડસુશાંત સિંહ રાજપૂતના પૂર્વ બૉડિગાર્ડે કર્યો મોટો ખુલાસો, કહ્યુ - આ કારણથી તે ન કરી શકે સુસાઈડ

English summary
Vande Bharat Mission sixth phase will start from 1 september, Know flight timing, fares, bookings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X