વરુણ ગાંધીએ ખેડૂત આંદોલન પર ફરી સરકાર પર સાધ્યું નિશાન! અટલ બિહારીનો વીડિયો કર્યો શેર
શેર કરેલા વીડિયોમાં અટલ બિહારી તત્કાલીન સરકારને ખેડૂતો પર અત્યાચાર ન કરવા ચેતવણી આપી રહ્યા છે. આ વીડિયોમાં અટલજી કહી રહ્યા છે કે, હું સરકારને ચેતવવા માંગુ છું કે, દમન કરવાની પદ્ધતિઓ છોડી દો. ડરાવવાનો પ્રયાસ કરશો નહીં.
ભાજપ સાંસદ વરુણ ગાંધી ખેડૂત આંદોલન અને લખીમપુર હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને લઈને પોતાની જ પાર્ટી પર સતત હુમલા કરી રહ્યા છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાંથી દૂર કરાયેલા વરુણ ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જૂનો વીડિયો શેર કરતી વખતે ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

આ વીડિયોમાં અટલજીએ આ વાતો કહી છે :
શેર કરેલા વીડિયોમાં અટલ બિહારી તત્કાલીન સરકારને ખેડૂતો પર અત્યાચાર ન કરવા ચેતવણી આપી રહ્યા છે. આ વીડિયોમાં અટલજી કહી રહ્યા છે કે, હું સરકારને ચેતવવા માંગુ છું કે, દમન કરવાની પદ્ધતિઓ છોડી દો. ડરાવવાનો પ્રયાસ કરશો નહીં. ખેડૂત ડરતો નથી. અમે ખેડૂતોના આંદોલનને પક્ષની રાજનીતિ માટે વાપરવા માંગતા નથી, પરંતુ અમે ખેડૂતોની ન્યાયી માંગણીઓને સમર્થન આપીએ છીએ.
આ જૂના વીડિયોમાં અટલ બિહારીજી કહી રહ્યા છે, જો સરકાર દમન કરે, કાયદાનો દુરુપયોગ કરે, શાંતિપૂર્ણ આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરે, તો અમે ખેડૂતોની આ લડાઈમાં ખેડૂતોના સમર્થનમાં આવવા માટે અચકાશું નહીં, તેમની સાથે ઉભા રહીશું.
Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx
— Varun Gandhi (@varungandhi80) October 14, 2021
વરૂણ ગાંધીને કારોબારીમાંથી બાકાત કરાયા
વરુણ ગાંધી છેલ્લા 17 વર્ષથી ભાજપમાં શામેલ છે. તેઓ અનેક પ્રસંગોએ વિરોધી અવાજ ઉઠાવતા પણ જોવા મળ્યા છે. માનવામાં આવે છે કે, આ કારણોસર ભાજપે તેમને રાષ્ટ્રીય કારોબારીમાંથી બહાર ફેંકી દીધા છે. તેમના સિવાય યુપીના સુલતાનપુર લોકસભા સાંસદ મેનકા ગાંધીને પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
શું તે વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે?
2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ખેડૂતોના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ વરુણ ગાંધીનો બળવાનો સૂર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કારોબારીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારથી, અટકળોનું બજાર ગરમ છે કે, શું વરુણ ગાંધી ભાજપથી મોહભંગ થયો છે?
વરુણ ગાંધીએ માત્ર ત્રણ શબ્દોમાં સમગ્ર મુદ્દાનો સારાંશ આપીને પોતાની વાત પૂરી કરી હતી. વરૂણ ગાંધીએ માત્ર એટલું જ કહ્યું કે, 'આ બધી અફવા છે'. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના પ્રદર્શન અને લખીમપુર ઘેરીની ઘટના બાદ વરુણ ગાંધીનો બળવો કરતા જોવા મળી રહ્યા હતા. વરુણના બળવાને ધ્યાનમાં રાખીને એવી અટકળો છે કે, તેઓ ભાજપ છોડી શકે છે. તાજેતરમાં તેમની ટ્વિટર પ્રોફાઇલનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમણે BJP શબ્દ તેમના ટ્વિટર બાયોમાંથી હટાવી દીધા છે. જો કે, વરુણ ગાંધીના નજીકના મિત્રોએ આ વાતને રદિયો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે, વરુણે ક્યારેય બાયોમાં પાર્ટીનું નામ લખ્યું જ નથી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ








Click it and Unblock the Notifications
