For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન: ભાજપના અધ્યક્ષ પદ માટે વસુંધરા રાજેની તાજપોશી થશે !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

vasundhara-raje
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: ભાજપ નેતૃત્વએ રાજસ્થાન ભાજપનું અધ્યક્ષ પદ વસુંધરા રાજેને સોંપવાનું મન બનાવી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જલદી આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે. બુધવારે યોજાનારી પાર્ટીની કોર ગ્રુપની બેઠક આ કારણે એક ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.

વસુંધરા રાજેના વિરોધી નેતાઓને પાર્ટીના નેતૃત્વએ કહ્યું હતું કે તે વસુંધરા રાજે સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરે. વસુંધરા રાજે પણ પાર્ટીએ આવો જ વ્યવહારની આશા વ્યક્ત કરી છે. પાર્ટી નેતૃત્વના ફોર્મૂલા મુજબ વસુંધરા રાજેને વિધાનસભાની ચુંટણી માટે નેતા જાહેર કરવામાં આવશે. વિરોધપક્ષમાં સંતુલન બનાવી રાખવા માટે ધનશ્યામ તિવારી અથવા ગુલાબચંદ કટારિયામાંથી કોઇ એક નેતાને પ્રતિપક્ષ બનાવવામાં આવી શકે છે.

મંગળવારે પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ ઘનશ્યામ તિવારી અને ગુલાબચંદ કટારિયાને છેલ્લીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તે પાર્ટી નેતૃત્વનો નિર્ણય માને. નારાજ થયેલા ઘનશ્યામ તિવારી અને ગુલાબચંદ કટારિયા તાત્કાલિક રાજસ્થાન પરત ફર્યા હતા.

પાર્ટી નેતૃત્વએ પોતાની સૌથી મોટી ચુંટણી રણનીતિકાર અરૂણ જેટલીને રાજસ્થાનના ચુંટણી પ્રભારી બનાવીને મોકલવાનું નક્કી કરી લીધું છે. કહેવામાં આવે છે કે પાર્ટીના આ સૂચન પર વસુંધરા રાજેએ લીલીઝંડી આપી દિધી છે. આ દરમિયાન સમીકરણોને સાધાવાની કયાવતમાં વસુંધરા રાજે સુષ્મા સ્વરાજને મળી હતી. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ઓમપ્રકાશ માથુરે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. સંધે પણ રાજસ્થાન ભાજપ અધ્યક્ષપદ માટે વસુંધરા રાજેના નામ પર લીલીઝંડી આપી દિધી છે.

English summary
Former Rajasthan chief minister Vasundhara Raje may be appointed as the state BJP chief to lead her party in the assembly elections due to be held in 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X