For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vehicle Registration : 15 વર્ષ જૂની ગાડીનું નહીં થાય રજિસ્ટ્રેશન, સરકારે લીધો નિર્ણય

Vehicle Registration : પ્રદૂષણને નિયંત્રિત કરવા અને પરિપત્ર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારાની સૂચના બહાર પાડવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Vehicle Registration : દેશ અને દુનિયામાં પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે. જે કારણે પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે દુનિયાના ઘણા દેશ વિવિધ પગલા લઇ રહ્યા છે. આ વચ્ચે ભારત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો હતો.

Vehicle Registration

પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે સર્ક્યુલર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રાલયે મોટર વ્હિકલ એક્ટમાં સંશોધનના નોટિફિકેશન રિન્યૂઅલ (15 વર્ષ કરતા વધુ) કરવામાં આવ્યું છે. જે કારણે આવી તમામ ગાડીઓને રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર પર ડિસ્પોઝ કરાવવાની રહેશે.

કેન્દ્ર સરકારના વાહનો, રાજ્ય સરકારના વાહનો, કેન્દ્રશાસિત પ્રદેશોના વાહનો, કોર્પોરેશનના વાહનો, રાજ્ય પરિવહન વાહનો, PSU વાહનો અને સરકારી સ્વાયત્ત સંસ્થાઓના 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને સ્ક્રેપ કરવાના રહેશે. જોકે, આમાં સેનાના વાહનો શામેલ નથી. આ નવો આદેશ 1 એપ્રીલ, 2023થી લાગુ થશે.

નોંધપાત્ર રીતે, ગત વર્ષે નવેમ્બરમાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. કોર્પોરેશન અને વાહનવ્યવહાર વિભાગની બસો અને વાહનોને પણ આ નિયમ લાગુ કરવા જણાવાયું હતું. જે બાદ સરકારે ડ્રાફ્ટ પર 30 દિવસમાં સૂચનો અને વાંધા માંગ્યા હતા. હવે સરકાર આ નિયમ લાગુ કરવા જઈ રહી છે.

ગત નવેમ્બરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને જંકમાં ફેરવી દેવામાં આવશે. આને લગતી નીતિ રાજ્યોને મોકલી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ 15 વર્ષથી વધુ જૂના ભારત સરકારના તમામ વાહનોને જંકમાં ફેરવવામાં આવશે. મેં આ નીતિ તમામ રાજ્યોને પણ મોકલી છે, તેઓએ પણ તેને અપનાવવી જોઈએ.

English summary
Vehicle Registration : 15 years old vehicle will not be registered, the government took a decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X