For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vehicle Sales 2022: વર્ષ 2022માં વાહન વેચાણમાં થયો 15 ટકાનો વધારો

વર્ષ 2022માં દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. વર્ષ 2022માં વાહનોના વેચાણમાં 15.28 ટકાનો વધારો થયો છે. આ સાથે વર્ષ 2022માં કુલ 2,11,20,441 યુનિટ વેચાયા હતા.

|
Google Oneindia Gujarati News

Vehicle Sales 2022 : પેટ્રોલ ડીઝલના ભાવ ગમે તેટલા વધે પણ લોકો વાહનની ખરીદી કરવામાં કોઇ કંજૂસાઇ કરતા નથી. દશેરા, દિવાળી કે વસંત પંચમીના દિવસે લોકો વાહનોની ખરીદી કરે છે. વાહન ડીલર સંઘના મહાસંઘ (FADA) દ્વારા જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. વર્ષ 2022માં વાહનોના વેચાણમાં 15.28 ટકાનો વધારો થયો છે. આ સાથે વર્ષ 2022માં કુલ 2,11,20,441 યુનિટ વેચાયા હતા.

Vehicle Sales 2022

FADA દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, 2021માં ભારતમાં વાહનોનું કુલ છૂટક વેચાણ 1,83,21,760 યુનિટ હતું. ગયા વર્ષે, કુલ 1,53,88,062 ટુ-વ્હીલરનું છૂટક વેચાણ થયું હતું, જે 2021માં વેચાયેલા 1,35,73,682 વાહનો કરતાં 13.37 ટકા વધુ છે. 2022માં 34,31,497 પેસેન્જર વાહનો (PV)નું છૂટક વેચાણ થયું છે, જે 2021માં 29,49,182 યુનિટ હતું, જે 16.35 ટકાનો વધારો દર્શાવે છે.

FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, કેલેન્ડર વર્ષ 2022માં વાહનોના કુલ છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે (2021ની સરખામણીએ) 15 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020ની સરખામણીએ તેમાં 17 ટકાનો વધારો થયો છે. જોકે, કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ વેચાણમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

કમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ 2022માં 8,65,344 યુનિટ હતું, જે 2021માં 6,55,696 યુનિટ હતું. આ સેગમેન્ટમાં 31.97 ટકાનો વધારો થયો છે. સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, 2022માં કમર્શિયલ વેહિકલ સેગમેન્ટમાં વેચાણ સતત વધ્યું છે અને તે વધીને 2019ના વેચાણની લગભગ બરાબર થઈ ગયું છે.

મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, કોવિડ દરમિયાન થ્રી વ્હીલરના વેચાણ પર વધુ અસર પડી હતી, પરંતુ હવે તેમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 6,40,559 થ્રી-વ્હીલરનું વેચાણ થયું હતું, જે 2021માં વેચાયેલા 3,73,562 વાહનો કરતાં 71.47 ટકા વધુ છે.

પીવી સિવાય ટ્રેક્ટરનું વેચાણ 2021, 2020 અને 2019 કરતાં વધુ રહ્યું છે. ટ્રેક્ટરના 7.94 લાખ યુનિટનું વેચાણ થયું, જે તેનું નવું ઓલ-ટાઇમ હાઇ વેચાણ છે. 2021માં 7,69,638 ટ્રેક્ટર વેચાયા હતા.

English summary
Vehicle Sales 2022 : 15 percent increase in vehicle sales in 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X