Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંપૂર્ણપણે ખોટોઃ પ્રશાંત ભૂષણ

પ્રશાંત ભૂષણે રાફેલ ડીલ પર ચુકાદો આવ્યા બાદ મીડિયા સામે નિવેદન આપ્યુ છે.

રાફેલ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અરજી પર આજે ચુકાદો આવી ગયો. 36 રાફેલ ફાઈટર જેટની ખરીદી મામલે કોર્ટની મોનિટરીંગમાં તપાસની માંગ કરતી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટ કહ્યુ કે રાફેલ સોદામાં કોઈ વિશેષ કમી જોવા મળતી નથી. આ ડીલ અંગે કેન્દ્રના ચુકાદા પર સવાલ ઉઠાવવા યોગ્ય નહિ ગણાય. કોર્ટે કહ્યુ કે વિમાનની ક્ષમતા પર શંકા કરવી યોગ્ય નથી. વળી, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે.

sc

પ્રશાંત ભૂષણે રાફેલ ડીલ પર ચુકાદો આવ્યા બાદ મીડિયા સામે નિવેદન આપ્યુ છે. પ્રશાંત ભૂષણે સવાલ ઉઠાવતા કહ્યુ, 'અમારા મતે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે. આ અભિયાન બંધ નહિ થાય અને અમે લોકો સમીક્ષા અરજી દાખલ કરવા પર વિચાર કરીશુ. તેમણે કહ્યુ કે અરજીકર્તાઓને રાફેલની કિંમત તો ખબર ન પડી. વળી, હવે ચુકાદો આવ્યા બાદ ભાજપ પણ પલટવાર કરતી જોવા મળી રહી છે.'

તમને જણાવી દઈએ કે રાફેલ વિવાદ પર મોદી સરકાર સામે કોંગ્રેસે મોરચો ખોલી દીધો હતો. આ આરોપો બાદ વિમાન સોદાની તપાસની માંગ કરતી ઘણી અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રાફેલ ડીલ અંગે કોર્ટની મોનિટરીંગમાં તપાસની માંગ કરતી અરજીઓ પર અંતિમ સુનાવણી બાદ અદાલતે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X