For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 3 દિવસ સુધી દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, જારી થયુ એલર્ટ

સ્કાઈમેટે કહ્યુ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં 4થી 6 મે વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં ગરમી અને વરસાદ વચ્ચે આંખ મિચામણા ચાલી રહ્યા છે. ક્યાંક લોકો ગરમીથી પરેશાન છે તો ક્યાંક વરસાદે લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી પાકિસ્તાન અને આની પાસેના જમ્મુ કાશ્મીર પાસે પહોંચી ગયુ છે. આના પ્રભાવથી વિકસિત થયેલ ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર મધ્ય પાકિસ્તાન અને તેની પાસેના પશ્ચિમી રાજસ્થાન પર છે. આના કારણે રાજસ્થાનના ઘણા ભાગોમાં ધૂળ ભરેલી આંધી જોવા મળી રહી છે. વળી, સ્કાઈમેટે કહ્યુ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં 4થી 6 મે વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ

આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ

વળી, આગામી 24 કલાક દરમિયાન પટના, ગયા, ભાગલપુર, ચંપારણ, મધુબની, સીતામઢી, બલિયા, ગોરખપુર, આઝમગઢ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, લખનઉ, અયોધ્યા, મેરઠ, મુરાદાબાદ, બરેલી, સહારનપુર, પીલીભીત, અલીગઢ, હાથરસ, એટા, ઈટાવા, લખનઉ અને કાનપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી

ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરા, અસમ-મેઘાલય, કેરળ અને કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી કહેવામાં આવ્યુ છે કે બિહાર, અસમ, મેઘાલય, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વિજળી અને કરાવૃષ્ટિ થવાની સંભાવના છે.

દિલ્લી-એનસીઆરમાં આજે વરસાદની સંભાવના

દિલ્લી-એનસીઆરમાં આજે વરસાદની સંભાવના

વળી, દિલ્લી-એનસીઆરમાં આજે ઝડપી પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ભારે વરસાદ સાથે કરાવૃષ્ટિની સંભાવના પણ વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, ઉત્તરી છત્તીસગઢના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં ઝડપી પવન સાથે મૂસળધાર વરસાદ ઘણી જગ્યાએ થઈ શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ વરસાદ જોવા મળી શકે છે. વળી, બાગપત, બુલંદશહર, મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તરી અને દક્ષિણી દિલ્લીમાં ઝડપી પવન સાથે ધૂળ ભરેલી આંધી આવશ અને ગાજવીજ સાથે વરસાદ થશે.

આ પણ વાંચોઃ NEET અને JEE(MAIN) પરીક્ષાની તારીખોનુ એલાન, જાણો ક્યારે છેઆ પણ વાંચોઃ NEET અને JEE(MAIN) પરીક્ષાની તારીખોનુ એલાન, જાણો ક્યારે છે

English summary
Very Heavy Rain expected in 10 States In India and Dust Storm comes in next Few Hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X