For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ભારે વરસાદની સંભાવના, ઉત્તરાખંડમાં જાહેર થઈ એલર્ટ

માયાનગરી મુંબઈમાં આકાશમાં એક વાર ફરીથી આફત વરસી રહી છે. વળી, ઉત્તરાખંડના આકાશમાં આજે પાણી પ્રલય બનીને પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

માયાનગરી મુંબઈમાં આકાશમાં એક વાર ફરીથી આફત વરસી રહી છે. વળી, ઉત્તરાખંડના આકાશમાં આજે પાણી પ્રલય બનીને પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો, મુંબઈ શહેર અને ઉપનગરીય જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદ થવાની પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે રવિવારે જણાવ્યુ કે આખા મહારાષ્ટ્રમાં સોમવારે વ્યાપક સ્તરે વર્ષા થઈ શકે છે.

મુંબઈમાં ભારે વરસાદની આશંકા

મુંબઈમાં ભારે વરસાદની આશંકા

વળી, ઉત્તરાખંડમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદના ખતરાને જોતા પ્રશાસને યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથોરાગઢ અને બાગેશ્વરમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે.

ઉત્તરાખંડમાં જાહેર થઈ યલો એલર્ટ

ઉત્તરાખંડમાં જાહેર થઈ યલો એલર્ટ

જ્યારે ઉત્તરી પંજાબ, ઉત્તરી પંજાબ, ઉત્તરી હરિયાણા, દક્ષિણી છત્તીસગઢ, દક્ષિણી ઓડિશા, પૂર્વાત્તર રાજ્યો અને આંધ્રપ્રદેશના ઉત્તરી તટીય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને દક્ષિણી ગુજરાતના અમુક સ્થળોએ હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ કર્ણાટકઃ યેદિયુરપ્પા સરકારનો આજે ફ્લોર ટેસ્ટ, ધારાસભ્યો સાથે હોટલમાં રોકાયા CMઆ પણ વાંચોઃ કર્ણાટકઃ યેદિયુરપ્પા સરકારનો આજે ફ્લોર ટેસ્ટ, ધારાસભ્યો સાથે હોટલમાં રોકાયા CM

પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની આશંકા

પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની આશંકા

મોનસૂવ ટ્રફ રેખા હાલમાં દક્ષિણી બિહારથી થઈને પસાર થઈ રહી છે. કે જે ઉત્તરી દિશા તરફ આગળ વધશે. જેના કારણે આગામી 24 કલાકમાં પૂર્વી ઉત્તરપ્રદેશ અને આની પાસેના બિહારના વિસ્તારો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનવાની સંભાવના છે જેનાથીઆ વિસ્તારોમાં ભારે વરસાદના અણસાર છે.

29 જુલાઈ સુધી દેશના ઘણા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી

29 જુલાઈ સુધી દેશના ઘણા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે 29 જુલાઈ સુધી દેશના ઘણા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે કહ્યુ કે લક્ષદ્વીપ, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તેલંગાના, મધ્ય પ્રદેશ, પૂર્વી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, બિહાર, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે.

English summary
Very Heavy Rain expected Mumbai today and Yellow alert in Uttarakhand says Imd.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X