For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રખ્યાત અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી પછી નિધન

ફિલ્મ જગતથી એક ખુબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી પછી નિધન થઇ ગયું છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ જગતથી એક ખુબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી પછી નિધન થઇ ગયું છે. તેમનું ઉમર 81 વર્ષ હતી અને છેલ્લા ઘણા સમયથી તેઓ બિમાર હતા. તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે. તેમને ફિલ્મોમાં એક્ટિંગ સાથે નાટક, સ્ક્રીપટ રાઇટિંગ અને નિર્દેશનમાં પોતાનું જીવન લગાવ્યું. તેમને ફિલ્મ, ટીવી, થિયેટર દરેક જગ્યાએ કામ કર્યું છે. તેમનું ચાલ્યા જવું ફિલ્મ જગત માટે મોટો આઘાત છે.

નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો

નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો

ગિરીશ કર્નાડને 1978 દરમિયાન આવેલી ફિલ્મ 'ભૂમિકા' માટે નેશનલ એવોડ પણ મળ્યો હતો. 1998 દરમિયાન તેમને સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોડ પણ આપવામાં આવ્યો હતો. તેમને પોતાની આર્ટ ફિલ્મો ઘ્વારા દરેકને ચોંકાવ્યા હતા.

અંગ્રેજી અને કન્નડ બંને ભાષાઓ

ગિરીશ કર્નાડની કલમ અંગ્રેજી અને કન્નડ બંને ભાષાઓમાં ચાલતી હતી. 1998 દરમિયાન જ્ઞાનપીઠ સહીત પદ્મશ્રી અને પદ્મભુષણ જેવા ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોના વિજેતા ગિરીશ ઘ્વારા રચિત તુગલક, હયવદન, તાલેડન્ડ, નાગમંડળ અને યયાતિ જેવા નાટકો ઘણા લોકપ્રિય થયા હતા, જેનો ભારતની ઘણી ભાષાઓમાં અનુવાદન થયું.

'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોમાં સલમાન સાથે જોવા મળ્યા

'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોમાં સલમાન સાથે જોવા મળ્યા

ગિરીશ કર્નાડને સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ' ઘ્વારા ઓળખવામાં આવે છે. તેમના ચાલ્યા જવાને કારણે ફિલ્મી કેનવાસ સૂનું થઇ ગયું છે, જેની ભરપાઈ કરવી ખુબ જ મુશ્કિલ છે.

English summary
Veteran actor Girish Karnad passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X