For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માછીમારને પાણીમાં તરતી જોવા મળી વિજી સિદ્ધાર્થની લાશ

હાલમાં કાફે કોફી ડેના સ્થાપક વીજી સિદ્ધાર્થ ગાયબ થયાના સમાચાર આવ્યા હતા. આ પછી, તેમની આત્મહત્યા અને શવ મળ્યાની ખબર આવી

|
Google Oneindia Gujarati News

હાલમાં કાફે કોફી ડેના સ્થાપક વીજી સિદ્ધાર્થ ગાયબ થયાના સમાચાર આવ્યા હતા. આ પછી, તેમની આત્મહત્યા અને શવ મળ્યાની ખબર આવી. આપને જણાવી દઈએ કે નેત્રાવતી નદીમાં 36 કલાક સુધી તેમની શોધ કરવામાં આવી. ત્યારે ખબર પડી કે એક માછીમારને સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યો. રિતેશ નામના માછીમારે જણાવ્યું હતું કે જ્યારે તેણે સિદ્ધાર્થનો મૃતદેહ તરતો જોયો ત્યારે તેણે મંગલુરૂમાં પોલીસને જાણ કરી હતી અને જિલ્લા વહીવટ સાથે મૃતદેહને બહાર કાઢ્યો હતો.

vg sidhhartha

આપને જણાવી દઈએ કે સીડીડીના સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થની લાશ બુધવારે મળી હતી. તેઓ સોમવારે મંગલુરૂથી ગુમ થયા હતા. નેત્રાવતી નદીમાં કૂદી જતાં તેમના ડ્રાઇવરનું નિવેદન આવ્યું છે. ત્યારથી તેની શોધ ચાલુ હતી. સિદ્ધાર્થનો મૃતદેહ મળતા પહેલા તેની સ્યુસાઇડ નોટ પણ બહાર આવી હતી. આમાં તેણે પોતાની કંપનીના રોકાણકારોની માફી માંગી.

આ પણ વાંચો: આવકવેરાના ટોર્ચરથી ત્રાસી ગયા હતા સિદ્ધાર્થઃ કોંગ્રેસ MLA

બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કોફી ડે ફેમિલીને લખેલા પત્રમાં, વીજી સિદ્ધાર્થે કહ્યું હતું કે, તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં હું સફળ બિઝનેસ મોડેલ બનાવવામાં નિષ્ફળ ગયો. મેં તેને બધું જ આપ્યું, પરંતુ જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો તેમને નિરાશ કર્યા, હું તેના માટે દિલગીર છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો, પરંતુ આજે મેં હાર માની લીધી કારણકે એક પ્રાઇવેટ ઇકવીટી પાર્ટનરના શેર બાયબેક કરવાનો દબાવ સહન નહીં કરી શક્યો, જે ટ્રાન્જેક્શન મેં આંશિક રૂપે 6 મહિના પહેલા એક મિત્ર સાથે ફંડ ભેગું કરવા માટે કર્યું હતું.

આ પણ વાંચો: બે વર્ષ પહેલા વીજી સિદ્ધાર્થના ઠેકાણાઓ પર આઈટીના દરોડા પડ્યા હતા

આપને જણાવી દઈએ કે કોફી ઉદ્યોગસાહસિક સિદ્ધાર્થે તાજેતરમાં કોકા કોલા સાથે વાત કરીને તેમના કોફી રિટેલ બિઝનેસમાં ભાગ લેવાની ઓફર કરી હતી. તેમનો કોફી રિટેલ વ્યવસાય માર્ચ 2020 માં લગભગ 2250 કરોડના વેચાણ સાથે બંધ થવાની અપેક્ષા રાખતો હતો.

English summary
vg sidhhartha dead body found floating in the by fisherman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X