બે વર્ષ પહેલા વીજી સિદ્ધાર્થના ઠેકાણાઓ પર આઈટીના દરોડા પડ્યા હતા
ભારતની સૌથી મોટી કોફી ચેન કેફે કોફી ડે ના ફાઉન્ડર અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ.એમ. કૃષ્ણાના જમાઈ વી.જી. સિદ્ધાર્થ સોમવારે રાત્રે મેંગલુરૂથી ગુમ થયા છે.
ભારતની સૌથી મોટી કોફી ચેન કેફે કોફી ડે ના ફાઉન્ડર અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ.એમ. કૃષ્ણાના જમાઈ વી.જી. સિદ્ધાર્થ સોમવારે રાત્રે મેંગલુરૂથી ગુમ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેફે કોફી ડેના માલિક સિદ્ધાર્થ 29 જુલાઈના રોજ મેંગલુરૂ આવી આવી રહ્યા હતા, પરંતુ રસ્તાની વચ્ચે સિદ્ધાર્થ સોમવારે સાંજે 6.30 વાગ્યે કારમાંથી ઉતારી ગયા અને ટહેલવા લાગ્યા અને, ટહેલતા ટહેલતા તે ગુમ થઇ ગયા, ગુમ થતા પહેલા સિદ્ધાર્થએ પોતાના સીએફઓ સાથે વાત કરી હતી, કહેવામાં આવી રહ્યું છે કે કોફી કેફે પર 7 હાજર કરોડની લોન છે, અને પોલીસને શંકા છે કે લોનને કારણે સિદ્ધાર્થે સુસાઇડ કરી લીધું છે.
આ પણ વાંચો: લાપતા CCD માલિકની ચિટ્ઠી સામે આવી, આ કારણે હતા પરેશાન

વીજી સિદ્ધાર્થનો મોબાઇલ સ્વીચ ઓફ છે
સૂત્રો કહે છે કે વી.જી. સિદ્ધાર્થે છેલ્લે તેની કંપનીના સીએફઓ સાથે 56 સેકન્ડ માટે વાત કરી હતી, જેમાં તેમણે પોતાના સીએફઓને કંપનીની સંભાળ રાખવા કહ્યું હતું. જે સમયે તે પોતાના સીએફઓ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા, ત્યારે તે ઘણા નિરાશ હતા, સીએફઓ સાથે વાત કર્યા પછી તેમણે પોતાનો ફોન સ્વીચ ઓફ કર્યો હતો.

બે વર્ષ પહેલા વીજી સિદ્ધાર્થના ઠેકાણાઓ પર આઈટીના દરોડા પડ્યા હતા
તમને જણાવી દઈએ કે વીજી સિદ્ધાર્થ વર્ષ 2017 માં પણ હેડલાઇન્સમાં રહ્યા હતા, જ્યારે આવકવેરા વિભાગે તેમના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા, ત્યારે તેમની 650 કરોડ રૂપિયાની અઘોષિત મિલકત બહાર આવી હતી, જો કે વીજી સિદ્ધાર્થની આ સંપત્તિનો કોઈ સંબંધ રાજનીતિક સંબંધો સાથે નહોતો.

વીજી સિદ્ધાર્થ એક રોકાણકાર પણ છે
કેફે કોફી ડેના સ્થાપક-માલિક હોવા ઉપરાંત, વીજી સિદ્ધાર્થ એક રોકાણકાર છે અને કેટલીક આઈટી કંપનીઓમાં તેમની હિસ્સેદારી પણ છે. તે દેશના કોફી બિયારણના સૌથી મોટા નિકાસકારોમાંનો એક છે.

વીજી સિદ્ધાર્થને શોધવા પ્રયાસો ચાલુ
કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ એસ.એમ. કૃષ્ણાના જમાઈ વી.જી. સિદ્ધાર્થના ગાયબ થવાના સમાચાર મળતાં જ લોકો બેંગ્લોરના નિવાસસ્થાને આવવા લાગ્યા છે. આ ઘટના અંગેની માહિતી મળ્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા એસ.એમ. કૃષ્ણાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમાર અને બી.એલ.શંકર પણ હાજર હતા.












Click it and Unblock the Notifications
