લાપતા CCD માલિકની ચિટ્ઠી સામે આવી, આ કારણે હતા પરેશાન
લાપતા CCD માલિકની ચિટ્ઠી સામે આવી, આ કારણે હતા પરેશાન
નવી દિલ્હીઃ એશિયાની સૌથી મોટી કૉફી એસ્ટેટ કંપની કેફે કોફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થ સોમવારે રાતથી મેંગ્લુરુથી સંદિગ્ધ પરિસ્થિતિઓમાં લાપતા થયા. વીજી સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ છે. પરિવાર મુજબ તેઓ સોમવારે સાંજે ઘરેથી નિકળ્યા હતા પરંતુ પરત ન ફર્યા. જ્યારે ડ્રાઈવરના નિવેદનના આધારે શંકા જતાવવામાં આવી રહી છે કે સિદ્ધાર્થે ઉલ્લલ પુલથી છલાંગ લગાવી દીધી છે. આ દરિયાન વીજી સિદ્ધાર્થની અંતિમ ચિઠ્ઠી સામે આવી છે જેમાં તેમણે રોકાણકારોની માફી માંગી છે.

કર્મચારીઓના નામે ચિઠ્ઠી છોડી ગયા
બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અને કૉફી ડે ફેમિલીને લખેલ ચિઠ્ઠીમાં વીજી સિદ્ધાર્થે કહ્યું કે મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતાં હું એક સફળ બિઝનેસ મોડેલ ન બનાવી શક્યો. તેને મેં મારું બધું જ આપ્યું, પરંતુ એવા લોકોને નિરાશ કર્યા જેમણે મારા પર પોતાનો ભરોસો બનાવી રાખ્યો, આ વાતનો મને પછતાવો છે. મેં ઘણો સંઘર્ષ કર્યો પરંતુ આજ મેં હાર માની લીધી કેમ કે એક પ્રાઈવેટ ઈક્વિટી પાર્ટનરના શેર બાયબેક કરવાનું દબાણ ઝેલી શકું તેમ નહોતું, આંશિક રૂપે જે ટ્રાન્ઝેક્શનને મેં 6 મહિના પહેલા એક મિત્ર સાથે પૂંજી એકઠી કરવા માટે કર્યું હતું. સિદ્ધાર્થે ચિઠ્ઠીમાં પોતાના રોકાણકારોની માફી માંગી.

વીજી સિદ્ધાર્થની શોધખોળ ચાલુ
બીજી તરફ વીજી સિદ્ધાર્થની તલાશ માટે મેંગલુરુની નેત્રાવતી નદીમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ મુજબ આખરે તેમને નેત્રાવતી નદી પાસે જોવામાં આવ્યા હતા. મંગલુરુ સિટી પોલીસ કમિશ્નર સંદીપ પાટિલે જણાવ્યું કે કાલે સિદ્ધાર્થ એમ કહીને બેંગ્લોરથી નિકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઈ રહ્યા છે. પરંતુ રસ્તામાં તેમણે ડ્રાઈવરને મેંગલુરુ જવા માટે કહ્યું. તેઓ ઉલ્લાલ પુલ પર પહોંચ્યા બાદ ત્યાં કાર પરથી નીચે ઉતરી ગયા. સિદ્ધાર્થે પોતાના ડ્રાઈવરને કહ્યું કે તે થોડો આગળ જઈને ઉભો રહી જાય. તેઓ ચાલીને આવશે પરંતુ તેઓ પાછા ન આવ્યા.
|
પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ છે સિદ્ધાર્થ
સીસીડીના સંસ્થાપકના શેર માઈન્ડ ટ્રીમાં પણ હતા, જેને તેમણે પાછલા વર્ષે વેચી દીધા હતા. વીજી સિદ્ધાર્થ દ્વારા પોતાની માઈન્ડ ટ્રીની ભાગીદારી વેચવાનું એક મોટું કારણ કેફે કૉફી ડે શ્રૃંખલા ચલાવનાર પોતાના કૉફી ઉદ્યમ કૉફી ડે એન્ટરપ્રાઈઝિઝના વિસ્તરણને ફંડ આપવું હતું. જ્યારે વીજી સિદ્ધાર્થ લાપતા થયાના અહેવાલ બાદ બેંગ્લોરમાં એસએમ કૃષ્ણાના ઘરે લોકો આવવા શરૂ થઈ ગયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કોંગ્રેસી નેતા ડીકે શિવકુમાર પણ તેમના ઘરે પહોંચ્યા છે.












Click it and Unblock the Notifications
