ભોપાલ એનકાઉન્ટનો વીડિયો થયો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

ભોપાલ એનકાઉન્ટરમાં 8 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે જેની વચ્ચે આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં એનકાઉન્ટર દરમિયાન પોલિસની વાતચીત સંભળાઇ રહી છે. આ વીડિયોમાં એક પોલિસ અધિકારી વોકી ટોકી પર તેના ઉચ્ચ અધિકારી સાથે વાત કરી રહ્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે પાંચ તો મરી ગયા! તો સામેથી અવાજ આવે છે કે બાકી બેને પણ પતાવી નાંખો.

bhopal

આ વીડિયો મુજબ પાંચ લોકોને મર્યા બાદ અન્ય ત્રણ લોકોને પણ મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં થોડીક સેકન્ડ પછી અપડેટ આવે છે કે આઠે જણાને મારી નાંખવામાં આવ્યા છે. જે પર તાળીઓનો અવાજ સંભળાય છે. અને પોલિસ અધિકારી વોકી ટોકી પર બોલે છે કે સર, અભિનંદન, આઠે જણાને મારી નાખવામાં આવ્યા છે. જે પર બીજી તરફથી અવાજ આવે છે કે વેરી ગુડ, અમે પહોંચી રહ્યા છીએ.

નોંધનીય છે કે આ પહેલા પણ કેટલાક વીડિયો સામે આવી ચૂક્યા છે જેમાં તમામ આતંકીઓને હથિયારો સિવાય અને ખૂબ જ નજીકની ગોળી મારતા બતાવવામાં આવ્યા છે. જો કે આમાંથી કોઇ પણ વીડિયોની યથાર્થતા અને સત્યતા પર હજી સુધી કોઇ પૃષ્ઠી નથી થઇ.

English summary
video of bhopal encounter goes viral on social media.
Please Wait while comments are loading...