Video : યુદ્ધ મેદાન બની દિલ્હી મેટ્રો, બે યુવતીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની મેટ્રો વિવાદોનું કારણ બની રહી છે. ક્યારેક બિકીની ગર્લની એન્ટ્રી તો ક્યારેક હસ્તમૈથુન કરનારા યુવકને લઈને વિવાદોમાં આવેલી મેટ્રોમાં હવે બે યુવતીઓ વચ્ચેની બબાલ વાયરલ થઈ રહી છે.

હાલ સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ હાથમાં ચપ્પલ અને બોટલ સાથે બબાલ કરતી જોવા મળી રહી છે.

delhi metro

વારંવાર વિવાદોમાં આવતી મેટ્રો હવે બે મહિલાઓ વચ્ચે યુદ્ધનું મેદાન બની હતી. વીડિયોમાં આ બે યુવતીઓ પહેલા એકબીજા સાથે વિવાદ કરતી જોવા મળે છે. આ દરમિયાન એકના હાથમાં ચપ્પલ અને બીજીના હાથમાં બોટલ જોવા મળી રહી છે. વીડિયોમાં કેટલાક લોકો બન્નેને રોકતા પણ જોવા મળી રહ્યા છે. જો કે તેનાથી આ બન્નેને કોઈ ફરક નથી પડ્યો.

આ દરમિયાન એક યુવતી મહિલા બીજી સાથે દુર્વ્યવહાર કરતા તેના પર બોટલમાંથી પાણી ફેંકે છે. આ વીડિયો દીપિકા ભારદ્વાજ નામની યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો જોયા બાદ લોકો બન્નેની ટીકા કરી રહ્યા છે.

કેટલાક લોકો આ બન્નેની હરકતને વખોડી રહ્યા છે તો કેટલાક બન્નેના ઝઘડા પર ફની કમેન્ટ પણ કરી રહ્યા છે. અહીં કેટલાક લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે આ બન્ને પર મેટ્રોમાં બેન લગાવવામાં આવે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી મેટ્રોમાં આવી પહેલી ઘટના નથી. આ પહેલા એક યુવતી બિકીની પહેરીને મેટ્રોમાં આવી ગઈ હતી. આ સિવાય એક વ્યક્તિ સ્કર્ટ પહેલીને મેટ્રોમાં જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X