Video : જમ્મુ અને કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, જુઓ વીડિયો
ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીની રાહ વચ્ચે જમ્મુ કાશ્મીરથી સારા સમાચાર આવ્યા છે. કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે.
દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલા જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. અહેવાલો અનુસાર, પીર કી ગલી, ઝોજિલા અને ગુલમર્ગ સહિત કાશ્મીર ખીણના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ છે.

હિમવર્ષાને કારણે કાશ્મીરમાં હવામાનની પેટર્ન ફરી બદલાઈ ગઈ છે. ગઈ રાતથી જ પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ સિવાય મેદાની વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક સુધી હવામાન અસ્થિર રહેવાની સંભાવના છે. કાશ્મીરમાં હિમવર્ષા સાથે હવે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
Sheeeening ❄️#Gulmarg #Kashmir #snowfall pic.twitter.com/nlXp0gcFPL
— Farhat Naik (@Farhat_naik_) November 10, 2023
જણાવી દઈએ કે, કાશ્મીર સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થતા તેની અસર ભારતના બીજા રાજ્યોમાં થાય છે. હવે ધીરે ધીરે ઉત્તર ભારત સહિત પુરા ભારતમાં ઠંડીનું જોર વધશે.












Click it and Unblock the Notifications
